"World No Tobeko Day" નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ નું આયોજન સુરત ખાતે કરાયું...
- Praja Pankh
- May 31, 2022
- 1 min read

પ્રજાપંખ સચિન : જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા ન્યાયાલય, સુરત અને પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્ર, સુરત નાં સંયુક્ત ઉપક્રમે "World No Tobeko Day" નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત ના સચિવશ્રી એચ વી. જોટાણીયા સાહેબે વ્યસન મુક્ત થઇ નિરોગી અને તંદુરસ્ત જીવન જીવવાની હિમાયત કરેલી તેમજ પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્ર, સુરતનાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિનયભાઇ અને વકીલ શ્રી ભરતભાઈ પંડિતનાઓએ પણ વ્યસન મુક્ત ભારત અભિયાન માં દેશ ના યુવાનો ને જોડાવવા અપીલ કરી હતી.
Comments