KCC વિલેજ ટુર્નામેન્ટ માં લાજપોર કોલા ચેમ્પિયન થઈ

સચિન પ્રજાપંખ : દર વર્ષ ની જેમ કાલા કાછા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજ રોજ બપોરે ૨૦+૨૦ ક્રિકેટ KCC વીલેજ ટુર્નામેન્ટમાં ની ફાઈનલ થઈ હતી. જેમાં લાજપોર કોલા 11 અને માણેકપોર ચીખલી mcc વચ્ચે ફાઈનલ મુકાબલો થયો અને આ મુકાબલામાં પ્રથમ બેટિંગ માણેકપોર ની ટીમે કરતા ૧૬૦ નો મોટો સ્કોર ખાબડી દીધો હતો ત્યારે આ સ્કોર ને પહુંચી વળવા નવી વ્યૂહ રચના કરી લાજપોર કોલા 11 એ ૧૬૧ રન ફક્ત ૧૪ ઓવરમાં બનાવી એક ઐતિહાસિક જીત દર્જ કરી kkc ક્રિકેટ ટુર્નમેન્ટ માં વિજેતા થઈ ચેમ્પિયન જાહેર થઈ છે જેમાં કોલા 11 ટીમ તરફથી મહમદ આખા અને આબીદ બદરી ની જોડી એ જંગી સ્કોર નોંધાવ્યો હતો આબિદ બદરી એ સૌથી સર્વાધિક 53 રન બનાવ્યા અને મહમદ આખા એ 42 રન નો સ્કોર કર્યો હતો આ રીતે કાળા કાછાં ક્રિકેટ ગ્રાઉન્ડપર કોલા 11 ની ક્રિકેટ ટીમ નો ફાઈનલ માં શાનદાર વિજેતા થઈ ચેમ્પિયન જાહેર થયા અને લાજપોર ગામ નું નામ ક્રિકેટ ની દુનિયામાં હંમેશાની જેમ રોશન કર્યું છે. આ માટે અનેક લોકોએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં ખાસ માજી સરપંચ લાજપોર અખ્તર ઘરડા તથા ગ્રામવાસીઓએ વધાવી લીધા હતાં.



Comments