Bank of Baroda એ તેના ગ્રાહકોને આપી મોટી સુવિધા.
- Praja Pankh
- Mar 4, 2021
- 1 min read

દેશની સરકારી બેંક બીઓબી (Bank of Baroda) એ તેના ગ્રાહકોને મોટી સુવિધા આપી છે. હવે જો તમને બેંકિંગના કામથી સંબંધિત કોઈ સમસ્યા અથવા મૂંઝવણ છે, તો તમારે બેંકમાં જવાની જરૂર નથી.લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરુરિયાત નથી. બેંકે તેના ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવા માટે 2 નવા નંબર જાહેર કર્યા છે. તમે આ નંબર પર 24 કલાક સેવા મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે, તમને આ નંબર પર માત્ર મિસ્ડ કોલ અથવા મેસેજ કરી માહિતી મેળવી શકો છો.
આ સુવિધાનો લાભ લેવા માટે તમારો મોબાઇલ નંબર બેંકમાં નોંધણી કરાવવો પડશે. રજિસ્ટર્ડ થયેલ મોબાઈલ નંબર પરથી 84680-01111 નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે, ત્યારબાદ તમને તમારા ખાતાના બેલેન્સની માહિતીઓ મળી જશે.
>> Balance Inquiry - 84680 01111
>> Mini Statement - 84680 01122
જો તમે એસ.એમ.એસ. સેવાનો લાભ લેવા માંગતા હોય, તો તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 84680-01122 પર BAL < space > સાથે તમારા બેંક ખાતાના છેલ્લા 4 નંબર સાથે મોકલો. તમે આ નંબર પર MINI <space> અને ખાતાના છેલ્લા 4 નંબરો મોકલીને મીની સ્ટેટમેન્ટ પણ મેળવી શકો છો.
Commentaires