AtoZ Multispeciality Hospital, D. S. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિશ્રાંતિ સિનિયર સિટીઝન કલબ દ્વારા..
- Praja Pankh
- May 22, 2022
- 1 min read

પ્રજાપંખ સચિન : આજરોજ તા ૨૨/૦૫/૨૦૨૨ ને રવીવાર ના રોજ D. S. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિશ્રાંતિ સિનિયર સિટીઝન કલબ અને AtoZ Multispeciality Hospital સચીનના ઓનર નિરવભાઈ પટેલ ના સુપુત્ર નિવાન અને D S પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રીમતિ જયશ્રીબેન ગીરીશભાઈ પટેલ ના જન્મદિન નિમીત્તે AtoZ Multispeciality Hospital સચિન ખાતે ફ્રી મેડીકલ ચેકઅપ .ફ્રી દવા વિતરણ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ જેનું ઉદ્ધઘાટન વડીલશ્રી ર્ડો રણજીતસિંહ વાંસીયા સાહેબ અને AtoZ Hospital ડિરેક્ટરશ્રી યોગેશભાઈ સુર્યવન્શી અને વિશ્રાંતિ સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખશ્રી દિપીકાબેન ભાવસાર હસ્તે કરાયું આ પ્રસંગે, સમગ્ર ડોક્ટરશ્રીઓ AtoZ Hospital સ્ટાફ પરિવારે સરાહનીય સેવા આપી હતી, ઉદઘાટક મુરબ્બી શ્રી રણજીતસિંહ વાંસીયા સાહેબે રીબીન કાપી આયોજકોને શુભેચ્છા આપી હતી.
આજના કેમ્પમાં MD ફિઝીશ્યન ડૉ. અર્પિત પટેલ, ગાયનોકોલોજીસ ડૉ. રિનામેડમ, ઓથોપેડિક ડૉ.
પ્રત્યુશ, ડેન્ટિસ્ટ ડો. મેઘના મેડમ
ફિઝિયોથેરાપીસ ડૉ. મલ્લિકા મેડમ RMO ડૉ. વિશાલ તેમજ હોસ્પિટલ સ્ટાફે પ્રસંશનીય સેવા આપી હતી
આજના કેમ્પમાં કુલ ૧૮૬ દર્દીઓ કેમ્પનો લાભ લીધો હતો અને દવા. એક્ષરે ECG ટોટલ ફ્રી માં AToZ હોસ્પિટલ તરફથી સેવા આપી હતી
કેમ્પમાં વિશ્રાંતિના સદસ્યો મોટી સઁખ્યામા હાજર રહી સેવા આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા
AtoZ હોસ્પિટલ ડિરેક્ટરશ્રી યોગેશભાઈ સુર્યવંશી તેમજ મેનેજમેન્ટ માં નિરજભાઈ બારોટ રાકેશભાઈ ગોહિલ પ્રશાંતભાઈ દેસાઈ, અબ્દુરઝઝાક સૈયદે ખૂબ સારી મહેનત કરી હતી.
Comments