AtoZ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દિઓને ઓક્સિઝન ફ્રી ઓફ કોસ્ટ અપાશે-મુખ્ય સંચાલક નિરવ પટેલ..
- Praja Pankh
- Feb 14, 2022
- 1 min read
AtoZ Multispeciality Hospital ના મુખ્ય સંચાલક શ્રી નિરવભાઈ પટેલ ના હસ્તે AtoZ હોસ્પિટલમાં ડી.એસ.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ - સચિન અને શ્રી પ્રીતેષ પટેલ(Boston,USA) ના સૌજન્યથી ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું.

શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા ઉપસ્થિત મહેમાનો વચ્ચે AtoZ Multispeciality Hospital ના મુખ્ય સંચાલક શ્રી નિરવભાઈ પટેલ અને પરિવાર ના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, આ પ્લાન્ટ દ્વારા દિવસ દરમિયાન 15,000 લીટર પ્રતિ કલાક ઓક્સિજન ઉત્પન્ન થશે આ પ્લાન્ટ દ્વારા હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓને 24 કલાક સતત ફ્રી ઓક્સિજન ની સેવા આપવામાં આવશે.
સચિન પ્રજાપંખ : સુરત સચીનની AtoZ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દર્દીઓની સગવડ ખાતર ઓક્સિજન પ્લાન્ટ લગાવવમાં આવ્યો છે. જેનું આજે તા.14.02.2022 ને સોમવાર માતૃ પિતૃ વંદન ના શુભ દિવસે સંસ્થાના મુખ્ય સંચાલક શ્રી નિરવભાઈ પટેલ અને પરિવાર ના હસ્તે AtoZ હોસ્પિટલમાં પધારેલ ઉપસ્થિત મહેમાંનો વચ્ચે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું છે. આ તબક્કે કોરોના કાળથી અમે હોસ્પિટલમાં પ્લાન્ટ ઉભો કરવા વિચાર્યું હતું ભવિષ્યમાં રોગચાળામાં દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો સરળ રીતે મળી રહે તે માટે પ્લાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલ ખાતે રોજના 15,000 લીટર પ્રતિ કલાક ઓક્સિજન ની ક્ષમતા નો પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો છે. પ્લાન્ટને જોડીને દર્દીઓ માટે પ્રતિ મિનિટ જેટલો પણ ઓક્સિજન જોઇશે તે હવે અહી ઉપલબ્ધ બનશે એવું મુખ્ય સંચાલક શ્રી નિરવભાઈ પટેલે જણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે AtoZ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દિઓને ઓક્સિઝન ફ્રી ઓફ કોસ્ટ આપીશું. કોરોનાની બીજી લહેર દરમ્યાન સુરત સહીત સમગ્ર દેશમાં ઓક્સિજનની તીવ્ર અછત વર્તાઈ હતી. ઔધોગિક એકમોને ઓક્સિજન હોસ્પિટલમાં મોકલવો પડતો હતો. અમુક સ્થાને તો લોકોએ ઓક્સિજન માટે ઊંચી રકમ પણ ચૂકવવી પડી હતી. ભવિષ્યમાં આવી વિકટ પરિસ્થિતિ ને પહોંચી વળવા અને દર્દીઓને યોગ્ય સુવિધા સતત મળી રહે એ માટે AtoZ હોસ્પિટલ દ્વારા નિરંતર યોગ્ય પગલાં લેવાતા રહ્યા છે અને લેવાતા રહેશે.
Commentaires