top of page

302 ના આરોપીઓને જામીન અપાવતાં યુવા એડવોકેટો.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 14, 2021
  • 1 min read

Demo
Demo

સચિન પ્રજા પંખ : સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીરામ નગરમાં એક અજાણ્યા યુવકને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો.જેમાં સચિન પોલીસ દ્વારા 7 વ્યક્તિઓ ની ધરપકડ કરી 302 મર્ડર ના આરોપ માં કોટ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં 7 પેકી 4 ની જામીન અરજી એડવોકેટ યોગેશ ઠક્કર મનોજ.એસ.પાલ, શૈલેષ પી.પાલ દ્વારા સુરત કોર્ટમાં કરવામાં આવી હતી. આરોપી નંબર 1 શિવ ગંગારામ પાલ, આરોપી નંબર 2, દેશરાજ વિશ્વકર્મા, આરોપી નંબર 3, લક્ષ્મી માધવ અને આરોપી નંબર 4 સુરેન્દ્ર મહતો. વકીલો દ્વારા કોર્ટમાં ધારદાર દલીલ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓની તેઓ નિર્દોષ છે, તેઓએ કોઈની હત્યા કરી નથી, જે જગ્યા એ ઘટના બની હતી ત્યાં જ આ ચારો આરોપીઓ નું ઘર છે. જેના કારણે પોલીસે તેમની ધરપકડ કરી હતી. માત્ર શંકાના આધારે આ આકસ્મિક બનાવ હતો, આ આરોપીઓનો યુવાનની હત્યા કરવાનો કોઈ ઈરાદો નહોતો. આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને સુરત કોર્ટે જામીન અરજી મંજૂર કરી હતી.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page