1968 પછી પ્રથમ વાર અપક્ષની ઉમેદવારી, ચોર્યાસી તાલુકા સુરત જિલ્લામાં નોંધાઇ
- Praja Pankh
- Feb 16, 2021
- 2 min read
ચોર્યાસી તાલુકા સુરત જિલ્લાના કપ્લેથા કછોલીમાં પ્રથમ વાર અપક્ષની ઉમેદવારી નોધાઈ
પંચાયતોની ચૂંટણીના ફોર્મની ચકાસણીના અંતે ચૂંટણીનુ ચિત્ર સ્પષ્ટ થશે.
સચિન પ્રજા પંખ : મળતી માહિતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ વાગતા જિલ્લા લેવલે આવેલ તાલુકા પંચાયતની 07 નંબર કપ્લેથા કછોલી ગામ સીટ પર હાલમાં ભાજપમાથી સદીકભાઇ અને કોંગ્રેસમાથી ઉમર નામના વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સ્થાનિક 14 વર્ષથી સેવા કરનારા સુફિયાન ડેગિયાને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા લગભગ 1963 થી પ્રથમવાર કપ્લેથા કછોલી સીટ પર અપક્ષ ઉમેદવારી નોંધાવતા સ્થાનિક રાજકારણ બહુ જ ગરમાયું છે. હવે જોવાનું એ રહે છે કે, આ કપ્લેથા કછોલી સીટ નંબર 07 નું ઈલેશન કઈ દિશામાં જશે ? વ્યક્તિગત કે પક્ષ તરફી ? હાલમાં સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સેવાકીય પ્રવૃત્તિ કરનારાઓને જ અમારા ગામમાં સ્થાન અપાય છે. આ બાબતે અપક્ષ ઉમેદવાર સુફિયાન ડેગિયાને રૂબરૂ મળતા શા માટે આપે અપક્ષ તરીકે ઊભા રહ્યા તો એમણે કહ્યું કે, હું ચોર્યાસી તાલુકા સુરત જિલ્લાના કપ્લેથા ગામનો વતની છુ અને મારુ નામ સુફિયાન ડેગિયા મારી ઉમર 32 છે હું યુવા છું, વર્ષોથી ગામની સેવા કરું છું. હું 2007 થી સમાજ સેવામાં જોડાયો છુ, નાનપણ થી જ મારા પરિવારની જેમ સામાજિક આર્થિક રીતે ગરીબ લોકોને તેમજ વિધવા બહેનોને મદદ કરતો આવ્યો છું આજે લગભગ 50 થી વધુ વિધવા બહેનોને વિધવા સહાય યોજના અપાવી છે. ગરીબોને જોઈતી મદદ કરતો રહ્યો છું. આમ મને સેવાકીય પ્રવૃતિમાં 14 વર્ષ થઈ ચૂક્યા છે. આવી એકધારી ગામની સેવા કરતાં કરતાં ગરીબોને જોઈતા દાખલા કે અન્ય સવલતો કે લાભો માટે ગ્રામ પંચાયતના નિયમો અને સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર રહ્યો છું. જેમાં ખાસ કહું તો કોરોન ના લોક ડાઉનમાં વધુ સેવા કરવાનો ચાંસ ઉપરવાળાએ આપ્યો હતો, જેમાં હું અને મારા મિત્રો સાથે સારી સેવા કરી છે. જેમાં મારા ગામથી લઈને સચિન, જીઆઇડીસી, ઉન, પલસાણા, કે બારડોલી અન્ય ગામ સાથે બીજા ગામોમાં તેમજ રોડ રસ્તા પર એકધારી સેવા કરતો આવ્યો છું મારી સેવાની સુગંધ અન્ય ગામોમાં કે અન્ય સ્થળે પ્રસરતા મને જ્યાં જ્યાં બોલાવે ત્યાં ત્યાં પહોંચી જઈને શ્રમજીવીઓને સતત 57 દિવસ સુધી દિન રાત મદદ કરતાં રહ્યા છીએ. અમોએ ખાસ રોજ જમવાનું, શાકભાજી, અનાજની કીટો અને મેડિકલ કિટ આપતા રહ્યા છે. આમ મારી સેવાકીય પ્રવૃતિ જોઈને મિત્રો અને લોકલાગણીને માન આપીને મને કોંગ્રેસ પક્ષમાથી ટિકિટ મળવાની આશા હતી પરંતુ કોઈ કારણોસર મને ટિકિટ ન મળતા આખરે આમ મારી 14 વર્ષની સેવાકીય પ્રવૃતિ જોઈને ગામ લોકોના સહકારથી એમની લોકલાગણીને માન આપીને આખરે મે અપક્ષ તરીકે ઉમેદવારી નોધાવી નિશાનમાં કુકર માંગ્યું છે હવે મને કુકર નિશાન મળે અને હું જીતુ કે ન જીતુ ગામની સેવા તો કરતો જ રહીશ અને આમ પણ ગામડાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષ કરતાં વ્યક્તિને મહત્વ અપાય છે એવું એમણે જણાવ્યું છે.







Comments