૬૦૦ થી વધુ ડોકટરો અને તબીબી શિક્ષકો હડતાળ પર આજે ત્રીજા દિવસે સત્યનારાયણ મહા પૂજા
- Praja Pankh
- Apr 6, 2022
- 1 min read
સચિન પ્રજાપંખ: ગુજરાત ગવરમેન્ટ ડોકટર ફોરમના જણાવ્યા મુજબ કોરોના દરમિયાન અને તે પહેલાં સરકારી ડોકટરો નાં માંગણીના પ્રશ્નોનો નિકાલ કરવાનું કહ્યા બાદ પણ હલ ન આવતા આજે હડતાળનો ત્રીજો દિવસ છે. સુરત ખાતે પ્રથમ દિવસે રામધૂન થઈ હતી બીજે દિવસે રેલી નવું સિવિલમાં કરવામાં આવી હતી અને નવી સિવિલમાં જ આજે અમે સત્ય નારાયણ ની મહા પૂજા કરી રહ્યા છે. આજે પણ ૬૦૦ થી વધુ ડોકટર હડતાળ માં જોડાયા છે. સુરત સિવિલ ખાતે ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં ડોકટરો અને તબીબી શિક્ષકો હડતાળમાં જોડાયા છે. આમ જોઈએ તો ગુજરાત સરકાર નાં નિયંત્રણ માં ફરજ બજાવતા તમામ તબીબો ની પડતર માંગણીઓ હજી સુધી પૂર્ણ કરવામાં આવી નથી. જેના પગલે ગુજરાત સરકાર ડોક્ટર્સ ફોરમ અને તેની સાથે સંકળાયેલ તમામ યુનિયનો દ્વારા હડતાળ કરવામાં આવી છે. એમની માંગણીના મુદ્દાઓ જોતા કેન્દ્ર સરકાર નાં છઠ્ઠા પગાર પંચ નાં એન્ટ્રી પે અને ગ્રેડ પે તથા સાતમા પગાર પંચ નાં પે મેટ્રિક્સ લેવલ મુજબ તમામ તબીબી અઘિકારીઓ અને મેડીકલ કોલેજ નાં ટયુટર ને આપવામાં આવે, જી.એમ.ટી. એ અને
જી.એમ.આર.એસ નાં તમામ તબીબ અને દંત શિક્ષકો નાં કરિયર એડવાન્સમેટ સ્કીમ અને કન્સલ્ટન્ટ વર્ગ 1 અને તબીબી અધિકારી વર્ગ 2 નાં ટાઈમ બાઉન્ડ પ્રમોશન મુજબ ઉચ્ચતર પગાર નાં આદેશ કરવામાં આવે, તબીબી શિક્ષકોને મળતા તમામ લાભ આપવા, તબીબોને ફીડર કેડર માંથી બઢતી આપીને ખાલી જગ્યાઓ ભરવામાં આવે, કાયમી મહેકમ માં કાયમી જગ્યાઓ પર તબીબોની નિમણૂક સહિત નાં આવા દરેક માંગણી મુજબના પડતર પ્રશ્નોનો હજી સુધી કોઈ હલ આવ્યો નથી જેથી ફરી આ વર્ષમાં ચોથી વખત આ હડતાળ માં જવું પડ્યું છે. જો કે બીજી બાજુ દર્દીઓનું શું થશે ?
コメント