૧ ઓક્ટોબર " રાષ્ટ્રિય સ્વૈચ્છિક રકતદાન દિન"
- Praja Pankh
- Sep 30, 2021
- 1 min read
પ્રતિવર્ષ ૧ ઓક્ટોબર ભારતભરમાં રાષ્ટ્રિય સ્વૈચ્છિક રકતદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વૈચ્છિક રકતદાન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુસર રકતદાન શિબિર નાં આયોજન, મોટીવેશનલ કાર્યક્રમો, CME/વર્કશોપ વિ. નું આયોજન ગોઠવવામાં આવે છે.

સુરત રકતદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓ અને શિબિર આયોજકોનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવે છે.
તા.૧ ઓક્ટોબર, ૨૦૨૧નાં રોજ ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફયુઝન એન્ડ ઇમ્યુનોહિમેટોલોજી (ISBTI) ગુજરાત ચેપ્ટર દ્વારા વડોદરા ખાતે DONOR MOTIVATION-A STEP TOWARDS 100% VOLUNTARY BLOOD DONATION નાં વિષય ઉપર CME નું આયોજન પણ ગોઠવવામાં આવ્યું છે.
આ વર્ષની થીમ (THEME) " GIVE BLOOD AND KEEP THE WORLD BEATING" (રક્તદાન કરો અને વિશ્વને ધબકતું રાખો) અને " રકતદાન કરકે દેખો અચ્છા લગતા હૈ" નાં સૂત્રને સાકાર કરવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રિય સ્વૈચ્છિક રકતદાન દિવસ નિમિતે તા.૨ ઓક્ટોબર નાં રોજ સિદ્ધિ એલિપ્સ સોસાયટી, ભીમરાડ તેમજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ઘોડદોડ રોડ ખાતે રકતદાન શિબિરનું આયોજન ગોઠવવામાં આવેલ છે.
ખાસ કરીને, નિયમિત સ્વૈચ્છિક રક્તદાતાઓ અને શિબિર આયોજકોને ૧ ઓક્ટોબર" રાષ્ટ્રિય સ્વૈચ્છિક રકતદાન દિવસ" નાં રોજ સોશ્યલ મીડિયાનાં માધ્યમ દ્વારા " 100% સ્વૈચ્છિક રકતદાન" જાગૃતિનો વધુમાં વધુ પ્રચાર કરવા અત્રેથી અપીલ કરવામાં આવે છે.એવું નિતેષ મહેતા
પી. આર. ઓ.સુરત રકતદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા જણાવામા આવેલ છે.
Comments