હાય ટેનશન લાઇન ના કરંટ થી નીપજ્યું એક માસૂમ નું મોત : - પરિવાર શોકમાં
- Praja Pankh
- Feb 12, 2021
- 1 min read

સુરત શહેરમાં સમાવિષ્ટ સચિન પાલી ગામ માં એક કરિયાણા વેપારી નામે જય પ્રકાશ મિશ્રા (મૃતક બાળકના પિતા) નું નવનિર્મિત મકાન માં માસૂમ બાળક નામે આયુષ નો ત્રીજા માળે આયુષ (ઉ.વ 12) નો રૂમ તૈયાર થઈ રહ્યો હતો. આયુષ દિવસના ત્રણથી ચાર વાર એ રૂમની મુલાકાત લેતો હતો પોતાના રૂમનું બાંધકામ જોવા ગયેલા આયુષ પાછો ના ફરતા અને લગભગ 25-30 ફૂટ ઉંચાઈ એ હાય ટેનશન લાઈનમાં ધડાકા સાથે તણખલા નીકળયા બાદ જય પ્રકાશ મિશ્રા ઉપર ના માળે જોવા ગયા ત્યાં પોતાની નજારો સામે આયુષને જોતાં જ સ્તબ્ધ થઈ ગયા.
લોખડના સળીયા નો એક છેડો પુત્રના હાથમાં અને બીજો છેડો હાય ટેનશન લાઇન ને અડેલો હતો. કરીયાણા ના વેપારીના એક ના એક પુત્રના મોત ને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. સચિન GIDC પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.
Comentarios