હવે દરેક ઘરે લહેરાવાશે ત્રિરંગો, રાષ્ટ્રધ્વજનું ઝોન બી કચેરીએથી વેચાણ થશે. . . .
- Praja Pankh
- Aug 9, 2023
- 2 min read
હર ઘર ત્રિરંગા આયોજન માટે કનકપૂર બી ઝોન ખાતે ડે. કમિશનરના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી
સચિન પ્રજા પંખ : ગત વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા હર ઘર ત્રિરંગા અભિયાન માટે ખાસ આજે કણકપૂર ખાતે એક મિટિંગનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં ડેપ્યુટી કમિશ્નર સાહેબશ્રીની અધ્યક્ષતામાં કનકપુર ઝોન ઓફિસ ખાતે (૧) મેરી માટી મેરા દેશ, (૨) હર ઘર તિરંગા અન્વયે મીટીંગ રાખવામાં આવેલ અને સાથે કાર્યપાલક ઇજનેરશ્રી ,આસી.મ્યુ. કમિશ્નરશ્રી ,એ.આર.ઓ શ્રી, પી ઓ શ્રી, એ.એલ.ઓ શ્રી ,આસી.મેનેજરશ્રી ,ડેપ્યુટી ઇજનેરશ્રીઓ, નાયબ આરોગ્ય અધિકારીશ્રી, સાઉથ ઝોન –બી ના તમામ કોર્પોરેટરશ્રીઓ હસમુખ નાયકા ચેરમેનશ્રી કાયદા સમિતિ, ચિરાગસિંહ સોલંકી સદસ્ય ટીપી સ્કીમ સમિતિ, રીનાદેવી રાજપૂત સદસ્ય પાણી સમિતિ અને પીયૂષાબેન પટેલ સદસ્ય બાંધકામ સમિતિ, રોટરી આરસીસી સચિન અને ડેવલોપમેન્ટ કમિટી તેમજ અન્ય એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, સિનિયર સિટીઝનો અને મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ગત વર્ષે આ ત્રિરંગા અભિયાન અંગે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેજ પ્રમાણે આ વર્ષે પણ હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. ડે. કમિશનર કિનખાબવાળાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એમણે જણાવ્યું કે લોકોના હ્રદયમાં દેશભકતીની ભાવના વધુ જાગૃત થાય જે માટે આ પર્વ મનાવાઈ રહ્યું છે. હવે થોડા દિવસ બાકી છે આપણે તા. 13 થેએ 15 દરમિયાન દરેક ઘર પર રાષ્ટ્રધ્વજ માં સન્માન સાથે લહેરાવાનો છે અને 15 સાંજે સૂર્યાસ્ત સમયે માં સન્માન સાથે ઉતારી લેવાનો પણ છે. આ વર્ષે સ્વતંત્ર પર્વ બહુ ધામધુમથી ઉજવવા જઈ રહ્યા છીએ, આ વર્ષે પણ દેશના નાગરીકો રાષ્ટ્રપ્રેમના રંગે પૂર્ણ રંગાઈને ધ્વજ વંદન કરે તે હેતુથી હર ઘર ત્રિરંગા અભિયાન છેડાયું છે. ધ્વજ ક્યાંથી મળશે ? ના જવાબમાં કહ્યું કે, તારીખ 13-15 ઓગસ્ટ 2023 માટે સાઉથ ઝોન બી ની કચેરીએ થી રાષ્ટ્ર ધ્વજ વેચાણ થશે. દરેકે ઘરે ઘરેથી સોશિયલ મિડીયામાં પોતાની એક સેલ્ફી છબી પણ રિલે કરવાની છે આપ #HarGharTirnga, #HArDilTirangaa heshTeg સાથે સોશિયલ મીડીયા પર અપલોડ કરી શકો છો. આ ઉપરાંત દરેક શાળા કક્ષાએ રેલી તેમજ દેશભક્તિ વિષે પર ચિત્રકામ અથવા અન્ય સ્પર્ધાઓ યોજવા જણાવ્યું હતું. સાથે તા. 17/8/23 ના રોજ મેરી મિટ્ટી મેરા દેશ બાબતે પણ ચર્ચાઓ કરી અને તલંગપુર ખાતેના તળાવ પાસે મેરી મિટ્ટી મેરા દેશ બાબતે સંસ્કૃતીક કાર્યક્રમ આયોજિત કરાયો છે જેમાં શહીદોને યાદ કરાશે આમ ત્યાં શીલા પ્રસ્થાપિત કરાશે બાદમાં પ્રતિજ્ઞા લેવાશે આમ પાંચ તબક્કે કાર્યક્રમ પૂર્ણ થશે.
Comments