હર ઘર તિરંગા કાર્યક્રમની કપ્લેથાગામ માં ભરપૂર તૈયારીઓ શરૂ...
નાના બાળકો ને વધુ ઉત્સાહ જોવા મળ્યો....
સચિન પ્રજા પંખ : રાષ્ટ્રવ્યાપી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના અમલીકરણ થઇ રહ્યા છે. સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી સંદર્ભે તા. 13થી 15 ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગાની ઉજવણી કરવાના નિર્ણયને પગલે વોર્ડ ૩૦માં અને સાથે સાથે સચિનના બાજુમાં આવેલ કપ્લેથા ગામ કે જ્યાંથી ગાંધીજી મરોલી તરફ ગયા હતાં તે સ્થળે તે ગામે સરપંચ શ્રી અને ગ્રામવાસીઓ દ્વારા હર ઘર તિરાંગાં માટેના આયોજનો હાથ ધરાયાં છે. સરપંચશ્રી સુફિયાન દ્વારા ગ્રામીણ પરિવારોના સઘન સંપર્કનો મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. હર ઘર તિરંગા કાર્યક્રમ સંદર્ભે બાળકોની પ્રભાત ફેરી શાળાઓ માં ક્વિઝ વગેરે સ્પર્ધાઓનું પણ આયોજનનું વિચારાયું રહ્યું છે.
સરપંચશ્રી સુફિયાન દેગીઆ હર ઘર તિરંગા કાર્યક્રમને લઇને સક્રિયતાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. એમના કહેવાથી ગામના સામાજિક અગ્રણીઓ તથા વિવિધ સંસ્થાના હોદ્દેદારો પણ સક્રિય થઈ રહ્યા છે. એમના કહેવા પ્રમાણે તમામ ઘરે તથા દરેક જગ્યાએ રાષ્ટ્રધ્વજ તા. 13થી 15 સુધી લહેરાવવામાં આવે તેવું સરકારનું ફરમાન છે તે રીતે નું અમારું આયોજન કરાયું છે. અહી નાના ભૂલકાઓને વધુ ઉત્તેજના છે. તેઓ ખુશીથી ઝુમી રહ્યા છે.



Comments