સ્વીફ્ટ કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો સચિન પોલિસ દ્વારા ઝડપી પડાયો
- Praja Pankh
- Apr 30, 2021
- 1 min read
સચિન : સચિન પોલીસ મથકને ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાઓ અન્વયે પ્રોહીબ્રિશેનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સચિન પોલીસ ઈન્સ્પેકટર એન.એ. દેસાઇના માર્ગદર્શનથી સર્વેલન્સ સ્ટાફના પી એસ આઈ એ. એન. જાની તથા પો.સ.ઇ. એસ. સી. સંગાડા તથા સર્વેલંસ સ્ટાફ સાથે સ્ટાફ ગત રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી. એસ. આઈ. એ. એન. જાની અને અ.પો.કો. વિપુલકુમાર પ્રભુભાઇ ને મળેલ સંયુક્ત ખાનગી બાતમીના આધારે મોહીણી ગામ બાણ ફળિયાના નાકે રોડ ઉપરથી ભારતીય બનાવટ્ની વિદેશી દારુની કુલ્લે બોટલ નંગ 82 કિંમત રુપિયા 34320/- તથા વિદેશી દારુની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સફેદ કલર્ ની મારુતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ફોર વ્હીલ કાર રજીસ્ટર નમ્બર GJ. 15 CG. 6934 કિમંત 150,000/- મળી કુલ્લે કિ. રૂ. 1,84,320/- ની મત્તા ના મુદ્દમાલ સાથે આરોપી 1, અશોક્કુમાર ચંપક્લાલ રાણા ઉમ્ર 42 અને પરેશકુમાર ચંપક્લાલ રાણા ઉમ્ર 38 બન્ને રહે બેગમપુરા સુરત ના ઓ પાસે થી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બ્રાન્ટની 82 બોટલ મળી આવતાં બંને વિરુદ્ધ સચિન પોસ્ટે નશાબંધી ની કલમો લગાવી કેસ દર્જ કરીને આગળની કાર્યવાહી કરી છે. જેમાં ધી ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયયમ 2019 ની કલમ 65 (એ) (ઇ), 98 (2) 81 મુજબ કલમો લગાવી ગુન્હો દાખલ કર્યો છે. આમ મળેલ બાતમીના આધારે કુલ્લે કિ. રૂ. 1,84,320/- ની મત્તા ના મુદ્દમાલ સાથે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપવામાં સચિન પોલીસ સ્ટેશનની સંપૂર્ણ ટિમ વર્કની મહેનત ફળી છે. આ પ્રશંસનીય કામગીરીની ટિમ વર્કમાં પોતે સચિન પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઇ, પો.સ.ઇ. એ. એન. જાની, પો.સ.ઇ. એસ. સી. સંગાડા - એ. એસ. આઇ. પિતાંમ્બર વ્યંકટ, અ. હે. કો. હસમુખભાઇ નારણભાઇ, અ.પો.કો. અનિરુદ્ધસિંહ પ્રહ્લાદસિંહ, અ.પો.કો. પુંજાભાઇ પરબતભાઇ અને અ.પો.કો. – મુકેશભાઇ શિવાજીભાઇએ એક ટિમ વર્કમાં કામ કરી પ્રશંસનીય કામગીરી બજાવી છે.
Comments