top of page

સ્લમ બોર્ડ્મા રાત્રે મારામારી, વિકાશને જાનથી મારી નાંખવાના ઇરાદે એકસંપ થઇ હુમલો કરાયો.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • May 14, 2022
  • 2 min read

ફરિયાદીના આધારે ઘર ન.એલ/૬૯૭ સચીન સ્લમ બોર્ડની સામે જાહેરમા આરોપી અર્જુન શાંતારામ પાટીલ તથા આરોપી શાહીલ શાંતારામ પાટીલ નાઓએ ગળદાપાટુનો માર મારી ગાળ ગલોચ કરી તથા આરોપી ઉદય ઉર્ફે લંબુ પ્રતાપસિંગ નાએ વિકાશને જાનથી મારી નાંખવાના ઇરાદે ટાઇલ્સનો ટુકડો તથા લાકડાના ફટકા વડે માથાના ભાગે મારી ગંભીર ઇજા કરી તથા લાકડાના ફટકા વડે જમણા હાથના ભાગે માર મારેલ હોવાનુ જાણવા મળેલ છે જેથી ઇ.પી.કો.કલમ- ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી સ્થળ પરથી ત્રણે આરોપીઓને દબોચી લીધા છે.: એસ.આઇ. દેસાઇ પોલિસ સબ ઇંસ્પેકટર, સચિન

પ્રજાપંખ સચિન : પ્રાપ્ત થતી માહિતિ અનુસાર સ્લમ બોર્ડ્ના હાફ મર્ડરની આગળની તપાસ સચિન પોલિસ કરી રહી છે. ફરિયાદી મુન્દ્રીકાદેવી ક્રિષ્ણકુમાર ત્રીવેણી ઝા એ લખાવ્યું છે કે, આરોપીઓ (૧) ઉદય ઉર્ફે લંબુ પ્રતાપસિંગ (૨) અર્જુન શાંતારામ પાટીલ (૩) શાહીલ શાંતારામ પાટીલ તમામ રહેવાસી-ઘર નંબર.એલ/૬૯૭ સ્લમ બોર્ડ સચીન સુરત રહે, ફરિયાદીને રૂબરૂમાં નવી સિવીલ હોસ્પીટલ સુરત શહેર જી/૩ વોર્ડમા પુછપરછ કરવાથી ગઇ તા.૧૧/૦૫/૨૦૨૨ ના રોજ હું મારા ઘરે હાજર હતી તે વખતે રાત્રીના આશરે આઠેક વાગ્યાના અરસામા પાન્ડેસરા પોલીસ કોલોની ખાતે રહેતા મારા ભાભી નામે રેખાબેન રવિન્દ્ર ઠાકુર નાઓએ મને ફોન કરીને જણાવેલ કે, અત્યારે થોડીવાર પહેલા એક મો.ન. પરથી ફોન આવેલ હતો અને તેણે મારી સાથે ફોન ઉપર ગાળ ગલોચ કરી છે અને તે પોતે પોતાનુ નામ અર્જુન જણાવે છે અને સ્લમબોર્ડ સચીન ખાતે રહે છે, મે મારી રીતે આ અર્જુનના ઘરે જઇ તપાસ કરાવતા આ અર્જુનનો ભાઇ શાહીલ મળી આવેલ અને તેણે મને જણાવેલ કે હાલમા અર્જુન ઘરે નથી. જેથી હું મારા ઘરે આવી ગયેલ અને મેં તેને જણાવેલ કે આ બાબતે મારી ભાભી પોલીસમા ફરિયાદ કરશે, ત્યાર બાદ મારા દિકરા વિકાશને પણ આ વાતની ખબર પડી. બાદ રાત્રીના અગ્યારેક વાગ્યાના અરસામા બહાર જઇને જોતા મારો દિકરો જમીન ઉપર લોકોના ટોળા વચ્ચે પડેલ હતો અને તેને માથામાંથી લોહી નીકળતું હતું લોકો દ્વારા મને વાતોથી જાણવા મળેલ કે આરોપી ઉદય ઉર્ફે લંબુ પ્રતાપસિંગ તથા આરોપી અર્જુન શાંતારામ પાટીલ તથા આરોપી શાહોલ શાંતારામ પાટીલ તમામ રહેવાસી-ઘર નંબર એલ/૬૯૭ સ્લમ બોર્ડ સચીન સુરતનાઓએ મારા દિકરા વિકાશને જાનથી મારી નાંખવાના ઇરાદે એકસંપ થઇ આરોપી અર્જુન શાંતારામ પાટીલ તથા આરોપી શાહીલ શાંતારામ પાટીલ નાઓએ ગળદાપાટુનો માર મારી ગાળ ગલોચ કરી તથા આરોપી ઉદય ઉર્ફે લંબુ પ્રતાપસિંગ નાએ વિકાશને જાનથી મારી નાંખવાના ઇરાદે ટાઇલ્સનો ટુકડો તથા લાકડાના ફટકા વડે માથાના ભાગે મારી ગંભીર ઇજા કરી તથા લાકડાના ફટકા વડે જમણા હાથના ભાગે માર મારેલ, તે દરમ્યાન કોઇએ ૧૦૮ ઇમરજન્સી ગાડીને ફોન કરતા થોડીવારમાં ૧૦૮ ગાડી આવી જતા આ વખતે મારો મોટો દિકરો અવિનાશ પણ આવી જતા હુ તથા અવિનાશ મારા નાના છોકરા વિકાશને સારવાર માટે ૧૦૮ ગાડીમા નાખી અત્રેની હોસ્પીટલમા લાવી સારવાર માટે લાવ્યા છીએ આગળ તપાસ સચિન પોલિસ કરી રહી છે.



 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page