સુરત સિવિલ હોસ્પિટલમાં ‘મધર્સ ડે’ની અનોખી ઉજવણી
- Praja Pankh
- May 9, 2021
- 1 min read
નર્સિંગ એસોસિએશને માતા બાળકોને કપડા અને ફ્રુટ કીટનું વિતરણ કર્યું


સુરત:રવિવાર: વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળક વચ્ચેનો માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી. જીદંગીનો દરેક દિવસ માતાનો જ હોય છે. પરંતુ, વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.
નર્સિંગ એસોસિએશન દ્વારા આજ રોજ ‘મધર ડે’ નિમિતે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અને હોસ્પિટલના પટરાંગણમાં દર્દીના સ્વજનો સહિત તમામ કર્મચારીઓ ૨૭૦ કીલો ચીકુની ૧૭૦૦ જેટલી કીટ બનાવીને જુદી જુદી જગ્યાએ વિતરણ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
માતા અને બાળકોના ગણાતા બાળ રોગ વિભાગમાં નવજાત જન્મેલા બાળકો અને માતા ઓને કપડા અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના પ્રસંગે તબીબી અધિક્ષક ડો. રાગિણીબેન વર્મા અને અધિક તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારની સાથે નર્સિંગ એસોસિએનના કિરણભાઈ દોમાડિયા, દિનેશ અગ્રવાલ, અશ્વિન પંડ્યા તેમજ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવલા અને RMO ડો. કેતનભાઈ નાયકની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં આ કીટ અર્પણ કરવામાં આવી હતી.
Comentarios