સુરતીલાલાઓની ૩૧ ફર્સ્ટ ઉજવણી બગાડી, સચિન પોલીસે ૭૧ હજારનો દારૂ ઝડપી પાડયો.....
- Praja Pankh
- Dec 18, 2021
- 2 min read
સચિન પ્રજા પંખ દ્વારા : દારૂબંધી હોવા છતાં સુરતીલાલાઓને કોઈ પણ પર્વ નાં નામે ઉજવણી કરવાનું બહાનું મળી જાય છે, આ મહિનાની આવતી 31 ફર્સ્ટની ઉજવણી પહેલા જ સચીન પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી નાખતા સુરતીઓ ની ૩૧ ડિસેમ્બર બગડી ગઈ, જો કે,
મે,પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૨, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૩,
મદદનીશ પોલીસ કમિશ્નર એફ.ડીવિઝનનાઓએ હાલ પ્રોહીબિશન/જુગારની ડ્રાઇવ ચાલુ હોવાથી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ કે.બી.ઝાલાનાઓની સુચનાથી પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.પો.કો. વિક્રમભાઇ ગોવિંદભાઇ બ.નં.૧૫૭૦ તથા અ.પો.કો વિજયસિંહ ભગવાનભાઇ બ.નં-૧૩૭૯ નાઓની મળેલ સંયુક્ત બાતમીનાં આધારે એક પવાર નામના આરોપીને વિદેશી દારૂનો જથ્થો ભરેલ શ્રીવ્હીલર ટેમ્પા સાથે ઝડપી પાડેલ છે. આમ સુરત શહેરની સચીન પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી રૂપિયા ૭૧, ૭૦૦/- નો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે. ત્યારે આગામી 31 ફર્સ્ટ ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે, ને માટે બુટલેગરોએ શહેરમાં દારૂ ઘુસાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં સુરત શહેરના સચીન પોલીસને બાતમી મળી હતી કે, એક બ્લુ કલરના ટેમ્પોમાં દારૂ ભરીને મોહિની ગામ થઈ સનિયા ગામ તરફ જવાનો છે. જે ખાનગી બાતમીના આધારે સચીન પોલીસે પેટ્રોલીંગ કરી વોચ ગોઠવતા ઉપરના વર્ણન મુજબનો ટેમ્પો આવતા તેને થોભાવી તેમાં તપાસ કરતા વિદેશી બનાવટનો રૂપિયા કુલ ૭૧,૭૦૦/-નો મુદ્દા માલ સાથે દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે કબ્જે કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરી છે. હાલ તો સચીન પોલીસે ટેમ્પો ચાલક ખેપીયો ગણેશ ઉર્ફે છોટુ પવારની ધરપકડ કરી વધુ પૂછપરછ તથા ધી ગુજરાત નશાબંધી અધિનીયમ નશાબંધી સુધારા અધિનીયમ ૨૦૧૭ ની કલમ-૬૫(ઇ)(એ),૯૮(૨),૮૧ મુજબનો કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ કે.બી.ઝાલા, પો.સ.ઇન્સ. એચ.જે.મચ્છર, પો.સ.ઇન્સ. એસ.સી.સંગાડા અને ટીમે કબ્જે કરેલ મુદામાલની વિગતમાં એક બ્લુ કલરનો અતુલ થ્રી વ્હિલર (બોડી વિનાનો) ટેમ્પો રજી નં.GJ-31-7-0131 નો લખેલ છે જેની કિ.રૂ.૨૫,૦૦૦/- ની તથા ભારતીય બનાવટની વિદેશી રોયલ સ્પેશીયલ પ્રિમીયમ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની કાચની દારૂની કુલ્લે નાની બોટલ નંગ-૪૬૨ કિંમત રૂ.૪૬,૨૦૦/- તથા અંગ ઝડતી મોબાઇલ ફોન નંગ-૦૧ કિમત રૂ.૫૦૦/-મળી કુલ્લે
કિ. રૂ. ૭૧,૭૦૦/- ની મત્તાનો મુદામાલ કબજે કર્યો છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે જેનું નામ પ્રકાશ ઉર્ફે દાદા સોનાર રહે-લીબાંયત સુરત શહેર છે. આ પ્રસંશનીય કામગીરી પોલીસ અધિકારી/કર્મચારી : પોલીસ ઇન્સપેક્ટર કે. બી. ઝાલા, પો.સ.ઇન્સ. એચ.જે.મચ્છર, પો.સ.ઇન્સ. એસ.સી.સંગાડા
તથા અ.હે.કો હસમુખભાઇ નારણભાઇ બ.નં-૨૨૪, અ.પો.કો વિક્રમભાઇ ગોવિંદભાઇ બ.નં.૧૫૭૦, અ.પો.કો.રામભાઇ વાસાભાઈ બ.નં.૧૪૧૩, અ.પો.કો.અરવિંદભાઇ ઉગાભાઈ બ.નં.૧૪૧૬, અ.પો.કો વિજયસિંહ ભગવાનભાઇ બ..૧૩૭૯ અ.પો.કો પુંજાભાઇ પરબતભાઈ બ.નં-૧૪૨૦,
અ.પો.કો અનિરૂધ્ધસિંહ પ્રહલાદસિંહ બ.નં-૧૪૧૯, વુ.અ.પો.કો સંતોકબેન લક્ષ્મણભાઇ બ.નં-૧૫૦૭એ ટીમ વર્કમાં કામગીરી કરી હતી.
Comments