સુરત મહાનગર પાલિકાના નવા વોર્ડ- ૩૦ ખાતે નિયત સ્થળે વિશ્વ યોગ દિવસ ઉજવણી થઇ,
- Praja Pankh
- Jun 21, 2022
- 2 min read
મોટી સંખ્યામાં યોગેશ્વરો જોડાયા અને યોગ કરીને માર્ગદર્શન મેળવ્યું, પ્રાણાયામ, આસનો અને કસરતો કરાયા,

સચિન પ્રજા પંખ : આજે સવારે સચિન વિભાગ વોર્ડ 30 માં ભારે ઉત્સાહ્થી કનકપુર સરકારી ઉડિયા અને હિંદી શાળાના અને સચિન કોમ્યુનીટી હોલ અને બ્રહ્માકુમારીઝ હોલી પેલેસ ખાતેના સાનિધ્યમાં યોગ દિવસની ઉજવણી સહુ નગરજનોએ મળીને કરી હતી. આપને જણાવી દઈએ કે ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે દેશ "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી કરી રહી છે. આ વખતે ઈન્ટરનેશનલ યોગ ડે પર દેશના 75 ઐતિહાસિક વિરાસત સ્થળોએ યોગ થયા .કોવિડના સમયગાળા દરમિયાન યોગે દરેકને એકસૂત્રતામાં બાંધ્યા છે અને વિશ્વમાં એકતાની ભાવના જાગૃત થઈ છે. જે આશયથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 8મી આવૃત્તિ "માનવતા માટેની આજની યોગ" થીમ પર વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો. યોગ માત્ર કસરત નથી, તે શારીરિક , માનસિક અને આધ્યાત્મિક કલ્યાણ પ્રાપ્ત કરવાનું સાધન છે. આજે યોગ દિવસ નિમિત્તે દરેક સ્થળે પવિત્ર પરિસરમાં અને સવારની ખુશનુંમાં અને રળિયામણા કુદરતી સૌંદર્યની વચ્ચે ઝરમર વરસાદ સાથે શાળાના કોરીડોરમા અને સચિન કોમ્યુનીટી હોલમા યોગ દિવસ મનાવ્યો. શ્રી શ્રી રવિશંકરજીના શિષ્યો એવા યોગ નિષ્ણાતો દ્વારા વિવિધ યોગ, આસન, પ્રાણાયામ અને કસરત રજૂ કરવામાં આવી હતી. આ વર્ષે ખાસ કરીને યોગ, પ્રાણાયામ, આસન અને કસરતના માધ્યમથી શારીરિક અને માનસિક ફિટનેસ કેવી રીતે જાળવી રાખવી તેના પર ભાર મુકવામાં આવ્યો હતો આજે અનેક સંસ્થાઓના સદસ્યો સાથે શાળાપરિસરમા હોમગાર્ડદળના જવાનો, એસ એમ સી ના અધિકારી અને કર્મચારી ગણ શાળાના વિધ્યાર્થીઓ અને લોકોએ મોટી સંખ્યામા એટલે કે, બહેનો 116 +ભાઇઓ 100 =216 + બ્રહ્માકુમારી ખાતે બહેનો 20 + ભાઇઓ 14 = 34 આમ કુલ 250 જેટલા વ્યક્તિઓએ આ સમૂહ યોગમાં ભાગ લીધો હતો. તેજ પ્રમાણે સચિન કોમ્યુનિટી ખાતે પણ બહેનો 22 + ભાઇઓ 124 કુલ 146 યોગેશ્વરોએ ભાગ લીધો હતો જેમાં વોર્ડ -30 ના કોર્પોરેટરો હસમુખ નાયકા, ચિરાગસિંહ સોલંકી,રીનાદેવી રાજપૂત અને પિયુશા બેન પટેલ તથા નગર ભાજપા પ્રમુખ દિપક ચૌધરી અને અન્ય પદાધિકારિઓ ઉપસ્થિત રહ્યા હતાં. આજના કાર્યક્રમને સફળ બનાવવા આસી.મ્યુ.કમિશ્નર શ્રી પ્રસાદ સાહેબ અને એમની ટીમ, ઉડિયા શાળા અને હિન્દી શાળા પ્રિન્સિપાલ મમતાબેન અને હેતલબેન તથા શાળા પરિવાર ઉપરાંત ઓરિસ્સા સમાજના અગ્રણીઑ ભગીરથ બેહરા અને રોટરી કોમ્યુનિટી કોર્પ્સ સચિન કનકપુરના પ્રેસીડેંટ પ્રકાશ ભાવસાર, સમાજ સેવીકા કવિતા દેસાઇ અને શાંતાબેન ગ્રોસર તથા ભાજપ નગર સેવકો, સહુ ભાજપા પદાધિકારીઓ હતાં, જ્યારે શાળા પરિસરમા યોગ ગુરૂ તરીકે નરેંદ્રભાઇ ગજેરા, દક્ષાબેન રુપાપરા અને વંદનાબેન અને સચિન કોમ્યુનિટી હોલમા તુષારભાઇ કુંભાણી , ગીતા રાદડીયા અને અનિલ મંડલે સેવા આપી હતી. સચિન કૉમ્યુનિટી ખાતે હાજર આસી.મ્યુ.કમિશ્નર શ્રીપ્રસાદ સાહેબે કાર્યક્રમના અંતે દરેક વ્યક્તિનો સહકાર બદલ વિશેષ આભાર વિધી કરી હતી
Comments