સુરત બાદ હવે સચિનમાં યોજાશે, ફ્રી ડાયાબિટીસ મુક્ત સેમિનાર....
- Praja Pankh
- Oct 15, 2021
- 1 min read
સચિન પ્રજા પંખ દ્વારા : તાજેતરમાં સુરતમાં "ફ્રીડમ ફ્રોમ ડાયાબિટીસ" "FREEDOM from DIABETES" પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના મોટા ભાગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ 2 કલાક લાંબી દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતિમાં, ડો. રવિ આર કુમાર દ્વારા પ્રસ્તુત "INDIQUE WELLNESS SYSTEM" દ્વારા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગોથી કેવી રીતે છુટકારો મેળવવો તેની વિસ્તૃત માહિતી સમજ સાથે આપવામાં આવી હતી. સુરત ખાતે
2 કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ સેમિનારના અંતે એક પ્રશ્ન અને જવાબ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિતોના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને લગતા પ્રશ્નોના જવાબ ડૉ. રવિ કુમાર દ્વારા આપવામાં આવ્યા હતા. આવો જ એક કાર્યક્રમ હવે ફ્રી ડાયાબિટીસ સેમિનાર નામનો કાર્યક્રમ તારીખ
17 ઓક્ટોબર 2021 (રવિવાર) ના રોજ, બપોરે 3:00 થી સાંજના 6:00 વાગ્યા દરમિયાન,
એલ. ડી. હાઈસ્કૂલ ખાતેનાં સરોજબેન નાયક સાંસ્કૃતિક હોલ, સચિન ખાતે "સિનિયર સિટીઝન વેલ્ફેર ટ્રસ્ટ, સચિન" દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. જેમાં ડાયાબિટીસવાળા દર્દીઓને નિમંત્રણ અપાયું છે જેથી આપે કાર્યક્રમ માં કોરોના એસ.ઓ.પી. નું પાલન કરવાનું રહેશે. આપ સૌને આ કાર્યક્રમમાં હાર્દિક આમંત્રણ છે આપ પણ અંતે સવાલ જવાબ કરી શકશો.
Comments