top of page

સુરત પ્રાદેશિક કેન્દ્ર દ્વારા સેનેટરી ઈન્સ્પેકટર ડિપ્લોમા કોર્સ જુલાઇ -૨૦૨૨-૨૩ ના બેચનુ ઉદઘાટન....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 5, 2022
  • 1 min read

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ –સુરત પ્રાદેશિક કેન્દ્ર

પ્રજાપંખ સુરત: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ – સુરત પ્રાદેશિક કેન્દ્ર દ્વારા સેનેટરી ઈન્સ્પેકટર ડિપ્લોમા કોર્સ જુલાઇ -૨૦૨૨-૨૩ ના બેચનુ ઉદઘાટન આજરોજ ડૉ. હસમુખભાઈ ચૌધરી (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી -જિલ્લા પંચાયત -સુરત)ના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ “હમ હોંગે કામયાબ...” પ્રાર્થના ગીત સમૂહમાં ગાઈને વાતાવરણને ખૂબ સુંદર બનાવ્યું હતું. સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર (એકેડેમીક) અને આચાર્ય (એસ.આઇ.) ડો. જે. એસ. ગનેરીવાલએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ સંસ્થાના પ્રાદેશિક નિયામક શ્રી પી. આઇ. મલિકએ સંસ્થાનો પરિચય આપ્યો હતો. ઉદ્દઘાટક શ્રી ડૉ. હસમુખભાઈ ચૌધરી (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી -જિલ્લા પંચાયત -સુરત)ના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ તેઓએ જણાવ્યુ હતું કે, સેનેટરી ઈન્સ્પેકટરનો ડિપ્લોમા તમારે સૌને માટે ખૂબ ઉપયોગી છે. ભવિષ્યમાં તમે સૌ વિદ્યાર્થીઓ આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરનાર છો. તેઓએ વિદ્યાર્થીઓને ભારપૂર્વક જણાવ્યુ કે, તમો સૌ નિર્વ્યસની બનજો. કારણકે, આપણે બીજાને સલાહ આપવી હોય તો, તેનું આચરણ પહેલા કરવું ખૂબ જરૂરી છે. આ પ્રસંગે સેનેટરી ઈન્સ્પેકટર ડિપ્લોમા કોર્સમાં વ્યાખ્યાતાઓ તરીકેની સેવાઓ આપતા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રોજેકટ એસોસિએટ શ્રી મોહંમદ ઇકબાલ શેખએ કર્યું હતું. રાષ્ટ્રગીતના સ્મૂહગાન સાથે કાર્યક્રમ પૂરો થયો હતો.


 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page