top of page

સુરત નારીગૃહની બહેનો માટે હેલ્થ કેમ્પ આયોજીત થયો. જેમા.......

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 14, 2021
  • 1 min read

પ્રજાપંખ :- સુભિક્ષા+ પ્રોગ્રામ હેઠળ ગુજરાતની વિવિધ જેલના બંદીવાન ભાઈઓ અને બહેનો તેમજ નારીગૃહ, ઉજ્જવલા ગૃહ અને સ્વધાર ગૃહની આશ્રિત બહેનોને આવરી લેવામાં આવે છે. NACO નાં ૯૫-૯૫-૯૫ નાં રાષ્ટ્રીય લક્ષ્યાંકને પૂર્ણ કરવા હેતુ આ પ્રોગ્રામ ભારતના અન્ય રાજ્યો સહીત ગુજરાતમાં પણ અમલકૃત થયો છે. રાજ્યમાં જી.એસ.એન.પી.+ (ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીગ વિથ HIV/AIDS નાં સુભિક્ષા+ પ્રોગ્રામ હેઠળ સુરત નારીગૃહની બહેનો માટે હેલ્થ કેમ્પ આયોજીત થયો. જેમાં ૧૭ બહેનોના HIV અને TB માટે પ્રાથમિક તપાસ કરવામાં આવી. બહેનોના આરોગ્યલક્ષી પ્રશ્નો મુજબ સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યા. પનાસ હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસરશ્રી તેમજ કાઉન્સેલરશ્રી અશોકભાઈનાં સહકારથી આયોજિત આ કેમ્પ માટે નારીગૃહ ના ઇન્ચાર્જશ્રી પારૂલબેન અને કર્મચારીગણનો સહયોગ પ્રાપ્ત થયો. સુભિક્ષા પ્રોજેક્ટના શ્રી ધર્મેન્દ્ર પટેલ- સ્ટેટ પ્રિઝન કોઓર્ડીનેટર, ડીકલ પારેખ-પ્રિઝન પીઅર મોબીલાઈઝર તેમજ NSP+ સંસ્થાના કર્મચારીઓ જોશનાબેન રાદડિયા અને નીતિનભાઈ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page