સુરત નું ગૌરવ : કૌશલ વસાણી અને રત્નમ શાહ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકશે....
- Praja Pankh
- Jun 3, 2022
- 1 min read
સુરતનાં બે બાળકો દ્વારા સંશોધન : દરિયા કિનારા પરથી મળતી વિદ્યુત મેળવતા પ્રોજેક્ટ નું આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી.

આ બાળકો કોઈ પણ કન્વેંશનલ શાળામાં અભ્યાસ કરતા નથી. તે સવજી કાકા ધોળકિયા દ્વારા સ્થાપિત ધોળકિયા ફાઉન્ડેશન સંચાલિત ધોળકિયા નિર્માણ માં પાયારૂપ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી રહ્યા છે.
પ્રજાપંખ સચિન : સુરત સ્થિત ધોળકિયા નિર્માણ કમ્યુનિટી દ્વારા દરિયા કિનારા પર થી વિદ્યુત મેળવતા પ્રોજેક્ટ ને NOSTC (Network of organisation of science and technology communication) દ્વારા આયોજિત Indian young Invention and Innovation challange પ્રદર્શનમાં રજૂ કરાયેલ હતો.જેમાં ૯ અને ૧૦ એપ્રિલ ૨૦૨૨ નાં રોજ western region of India નાં પ્રોજેક્ટમાં પસંદગી પામ્યા બાદ ૨૭-૨૮ મે ૨૦૨૨ નાં રોજ National level પર રજૂ કર્યો હતો. જે ગઈ કાલે જાહેર થયેલ પરિણામમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના India International Invention and Innovation Expo - ૨૦૨૨ જે ગોવા માં યોજાનાર છે. તે માટે સુરત માંથી એક માત્ર આ પ્રોજેક્ટ પસંદગી પામનાર છે. આ પ્રોજેકટ કૌશલ વસાણી અને રત્નમ શાહ દ્વારા રજૂ કરવામાં આવેલ હતો. આ પ્રોજેક્ટ માટે તેમને ભૌતિકભાઈ બલર, સંગીતાબેન દુધાત અને મમતાબેન દ્વારા પાયારૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખાસ નોંધવા જેવી બાબત કે આ બાળકો કોઈ પણ કન્વેંશનલ શાળામાં અભ્યાસ કરતા નથી. તે સવજી કાકા ધોળકિયા દ્વારા સ્થાપિત ધોળકિયા ફાઉન્ડેશન સંચાલિત ધોળકિયા નિર્માણ માં પાયારૂપ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી રહ્યા છે.
બાળકો અને માર્ગદર્શકો દ્વારા મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટની સફળતા એ ભવિષ્યમાં ઉત્પન્ન થનારી વીજ સમસ્યાનો અંત લાવશે. આ પ્રોજેક્ટની મદદ થી વધુ પ્રમાણમાં અને સસ્તી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. આ માટે બાળકો અને શિક્ષકો દ્વારા હજુ આગળ પ્રયાસ શરૂ છે.
Comentarios