top of page

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 10, 2022
  • 1 min read


પ્રજાપંખ - સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બારડોલી ના અલ્લુ બોરિયા મુકામે રાધા કૃષ્ણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ હતું આ ટુર્નામેન્ટ મા માંગરોલ, ચોર્યાસી, ઓલપાડ, મહુવા, ઉમરપાડા, કામરેજ, બારડોલી, પલસાણા,માંડવી તાલુકાએ ભાગ લીધો હતો પ્રથમ મેચમા જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ,મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, બળવંત ભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, ઇમરાનખાન પઠાણ, પ્રફુલભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ , દિનેશભાઈ ભટ્ટ જિલ્લા સંઘના અન્ય હોદ્દેદારો,દરેક તાલુકા સંઘના પ્રમુખ,મંત્રી, અન્ય હોદ્દેદારો હાજર રહી પ્રોત્સાહિત કરેલ હતા સેમી ફાઈનલ મેચ માંગરોલ, મહુવા જેમાં મહુવા વિજેતા થઇ હતી,બીજી સેમી ફાયનલ પલસાણા, બારડોલી જેમાં પલસાણા ટીમ વિજયી થઈ હતી ફાઇનલ મેચ પલસાણા અને મહુવા વચ્ચે રમાઈ વચ્ચે રમાઈ હતી જેમાં પલસાણા ટીમ વિજેતા થઇ હતી વિજેતા ટીમ પલસાણા ને , રનર્સ અપ ટીમ મહુવા ને તેમજ મેન ઓફ ધ મેચ દિવયેશ પટેલ, બેસ્ટ બોલર,બેસ્ટ પ્લેયર,મેન ઓફ ધ સિરિઝ હિરેન પટેલ , ને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી કિરીટ ભાઈ એ જણાવેલ કે આ પ્રકારની ટુર્નામેન્ટ નું આયોજન કરવાથી શિક્ષકોમા રહેલી ક્ષમતા બહાર આવે છે શિક્ષકો એક બીજા ના પરિચય મા આવે અગામી દિવસો મા વોલી બોલ ટુર્નામેન્ટ, મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ નું પણ આયોજન કરવામાં આવનાર છે મહામંત્રી અરવિંદ ભાઈ ચૌધરી એ પણ ભાગ લેનાર તમામ ટીમો ને પ્રોત્સાહિત કરી હતી ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે બળવંત ભાઈ પટેલ, કુમેદભાઈ ચૌધરી, રજીતભાઈ ચૌધરી, શૈલેષ પટેલ, આશિષ મૈસુરીયા દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું એમ વિજયભાઈ પટેલ, ઇમરાનખાન પઠાણે અખબારી યાદી મા જણાવેલ હતું

 
 
 

コメント


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page