top of page

સુરત જિલ્લાના 8 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 19, 2021
  • 1 min read

બપોરે એક સુધી ચોર્યાસી તાલુકાનુ 43.16 ટકા મતદાન થયું છે. . . .


પ્રજાપંખ :- જિલ્લામાં 949 મતદાન મથક પર 1915 મતપેટીમાં મતદાન થઈ રહ્યું છે. જ્યારે 8,00,322 મતદારો ગ્રામ પંચાયતના આગામી 5 વર્ષ માટે સરપંચ અને સભ્યો પસંદ કરશે. આમ સુરત જિલ્લાના 09 તાલુકાની 407 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે સવારથી મતદાન શરૂ થયું છે. જિલ્લામાં મતદાન મથકો પર અત્યાર સુધી શાંતિથી મતદાન ચાલી રહ્યું છે. જેમાં 391 સરપંચો બેઠકની અને 2539 વોર્ડના સભ્યો તે બેઠકના ઉમેદવારોના ભાવિ 8 લાખથી વધી મતદારો મતપેટીમાં મત આપી સીલ કરશે... આમ સુરત જિલ્લામાં 9 તાલુકાની 407 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 391 સરપંચની બેઠક અને 2539 સભ્યોની બેઠકના ઉમેદવારોની ચૂંટણી થઇ રહી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં 102 ચૂંટણી અધિકારી, 102 મદદનીશ ચૂંટણી અધિકારી, 5172 પોલિંગ સ્ટાફ અને 1657 પોલીસ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે. ચોર્યાસી નું ચિત્ર જોઇએ તો 22 ગ્રામપંચાયતો, 18 સરપંચો અને 138 સભ્યો ચુંટણી મેદાન મા ઉતર્યા છે એમા 52 મતદાન મથકો છે 65 પેટીઓમાં આજે 20998 પુરૂષ અને 19624 મહીલા આમ કુલ 40622 મતદારો મત આપી પોતાના સરપંચ અને સભ્યોનું ભાવી ઘડશે. બપોર સુધીમાં સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકામા સવારે 7 થી 1 સુધી 43.16 ટકા મતદાન નોંધાયું છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page