સુરત કોંગ્રેસનું "સાંકેતિક બંધ"......
- Praja Pankh
- Sep 10, 2022
- 1 min read
સચિન જી આઇ ડી સી પોલીસે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ નેતા ઓ ની અટકાયત કરી


પ્રજાપંખ :-
આજે કોંગ્રેસ દ્વારા બંધ નાં એલાન માટે જીઆઇડીસી પોલીસ સ્ટેશન એરિયામાં તા. ૧૦/૦૯/૨૨ શનિવારે સવારે 8 થી 12 સુધી દુકાનો, બજારો કોંગ્રેસ નાં પદાધિકારીઓ દ્વારા બંધ કરવા ગયેલ. હાય રે ભાજપ હાય હાય નાં નારા લગાવ્યા હતાં. સુરત ના ઉન વિસ્તાર માં આવેલ વોર્ડ નં - ૩૦ કોંગ્રેસ સંગઠન પ્રમુખ જયેશ દેસાઇ અને કોંગ્રેસનાં સહુ કાર્યકરો સાથે બંધ કરાવવા અપીલ કરવા નીકળ્યા હતા. ઉન ખાતે ની સવારે ખૂલેલી મીઠાઈ, ચા, પાનનાં ગલ્લા સહિત ની દુકાનો બંધ કરવા અપીલ કરી હતી. સમગ્ર ઊંન બંધ કરવા માટે ગાંધીગીરી કરીને ગુલાબનું ફૂલ આપી
બંધ રાખવા અપીલ કરાઈ હતી ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નં - ૩૦ - વોર્ડ પ્રમુખ જયેશ દેસાઈ તથા અન્ય પદાધિકારી અને કાર્યકર્તાઓને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં.....
જેમાં ભદ્રેશસિંહ પરમાર, માજી નગર સેવક, જયેશભાઈ દેસાઇ,વોર્ડ ૩૦ કોંગ્રેસ પ્રમુખ, પ્રવીણસિંહ (દત્તુ) વાંસિયાં, તાલુકા ચોર્યાસી પ્રમુખ, તથા લક્ષ્મીકાંત પટેલ, આરીફ શાહ, રાજેશ દેવરે, આનંદ દેસાઈ, કૃણાલ દેસાઈ, જાફર કુરેશી, ઇનાયત શેખ, ફારૂક શૈખ, રોશન શૈખ, રફીક ભાઈ જુમ્મા, સિવા સિંહ રાજપૂત, અઝીમ ગરાણા તથા મહિલાઓમા સુરૈયા શૈખ, ક્રિષ્ના પાંડે, રૂબીના બેન, નિશા શૈખ, સલમાન શૈખ અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ની સચિન G.I.D.C પોલિસ દ્વારા અટકાયત કરાઈ હતી એવું સુરત શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નં - ૩૦ - વોર્ડ પ્રમુખ જયેશ દેસાઈએ જણાવ્યું
Comments