સુરતમાં સમાવિષ્ઠ વોર્ડ-૩૦ માં પાલી, કનસાડ ઔદ્યોગિક વિસ્તારમાં સ્ટીટ લાઈટ નાંખવાનો નિર્ણય...
- Praja Pankh
- Sep 22, 2021
- 1 min read
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ અને ભાજપના નગરસેવકોની રજૂઆતને પગલે હવે વોર્ડ-૩૦ સમાવેશ ગામોના રસ્તા પર પ્રકાશ પથરાશે.

સચિન પ્રજાપંખ : સુરત મહાનગર પાલિકામાં સમાવેશ પામેલા સચિનનાં પાલી, કનસાડ, પાલીનાં ઔદ્યોગિક વિસ્તારો અને ઉબેર ગામ સુધીના માર્ગ ઉપરની 55 લાખ રૂપિયાના ખર્ચે સ્ટ્રીટ લાઇટ નાંખવાનું નક્કી કરવામાં આવતા ગામોમા ખુશીની લહેર ઉઠી છે. સ્થાનિક રહેવાસીઓની આ સ્ટ્રીટ લાઇટની ફરિયાદનો ઉકેલ લાવવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, જીલ્લા ભાજપા પ્રમુખ સંદિપ દેસાઇ અને સ્થાનિક નગર સેવકોની મહેનત રંગ લાવી છે. સુરત મનપામાં સચિન અને કનકપુર – કનસાડ પાલિકા સહિત પાંચ ગામો પૈકી પારડી – કણદે પાલી, ઉમ્બર અને તલંગપુરનો સમાવેશ કરવામા આવ્યો હતો. કોરોના મહામારીને કારણે સચિન ગામથી પાલી, કનસાડથી પાલીના ગામ સુધીના માર્ગ ઉપરની સ્ટ્રીટ લાઇટનું કામ પણ અટકી ગયું હતું. રાત્રીના સમયે રસ્તા બિહામણાં લાગતા હોવાથી ભાજપના નગર સેવકો ચિરાગસિંહ સોલંકી (કણસાડ) રીના રાજપૂત (સચિન) હસમુખ નાયકા ( સચિન બજાર ) અને પિયુષાબેન પટેલ( બુડિયા) એ સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદિપ દેસાઇની આગેવાનીમાં નવસારી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મેયર હેમાલી બોધાવાલાને રજુઆત કરી હતી અને ચોરી તેમજ સ્થાનીક લોકોને અવર – જવરમાં પણ સમસ્યા નડતી હોવાથી ફરીયાદ કરી હતી, આમ કોરોના મહામારીને કારણે સચિન ગામથી પાલી, કનસાડથી પાલીના ગામ સુધીના માર્ગ ઉપરની સ્ટ્રીટ લાઇટનું કામ પણ અટકી ગયેલ જેનો સુખદ ઉકેલ આવતા લોકોમા આનંદની લાગણી ફેલાઇ છે.
Comments