સુરતમાં તા.૧૬મીથી પ્રાથમિક તબક્કામાં ૨૨ કેન્દ્રો પરથી રસીકરણ અભિયાનનો પ્રારંભઃ
- Praja Pankh
- Jan 15, 2021
- 1 min read
તા.૧૬મીથી સુરત જિલ્લો કોરોના સામેના જંગમાં રસીકરણ અભિયાન માટે
સજ્જ બન્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ વિસ્તારમાં તબક્કાવાર રસીકરણ હાથ ધરવામાં
આવશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખ ચૌધરીએ સુરત જિલ્લાના ગ્રામ્ય
વિસ્તાર માટે રસીકરણની વિગતો આપતાં જણાવ્યું કે, સુરત જિલ્લામાં ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર
કોવિડ-૧૯ વેક્સિનેશન નું ગઠન કરીને કોલ્ડ ચેઈન અંતર્ગત ૭૪ ડીપ ફ્રિજ, ૭૯ કોલ્ડ બોક્ષ
તથા ૨૧૯૭ વેક્સિન કેરિયર ઉપલબ્ધ છે. જિલ્લામાં ૧૩૧૬ વેક્સીનેશન સેશન સાઈટ
બનાવવામાં આવી છે. જિલ્લામાં કુલ ૧૦૪ સરકારી સંસ્થા તથા ૬૧૯ ખાનગી આરોગ્ય
સંસ્થાઓને આવરી લેવામાં આવી છે. કુલ ૪૩૧ જેટલા વેક્સીનેટર તેમજ કુલ ૧,૦૦,૨૪ હેલ્થ
વર્કર્સની ડેટા એન્ટ્રી ઓનલાઈન પોર્ટલમાં અપલોડ કરવામાં આવી છે. જેમાં ૬૮૬૧ સરકારી
તથા ૩૧૬૩ ખાનગી સંસ્થાના હેલ્થ કેર વર્કરોનો સમાવેશ થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી
લઈ તમામ આરોગ્યકર્મીઓને તાલીમબદ્ધ કરાયા છે.
ડો.ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, ૫૦ વર્ષથી વધુ ઉંમરવાળા તમામ નાગરિકોની
સર્વે કરીને યાદી બનાવવામાં આવી છે, જેમાં અંદાજિત ૧,૪૬,૧૮૮ પુરુષ અને ૧,૫૧,૫૯૨
મહિલાઓ મળીને ૨,૯૭,૭૮૦ જેટલા નાગરિકો નોંધાયા છે. વધુમાં ૫૦ વર્ષથી ઓછી
ઉંમરવાળા પરંતુ કોમોર્બિડિટીવાળા અંદાજિત ૭૩૧૩ પુરૂષ અને ૬૮૮૪ મહિલાઓ મળી કુલ
૧૪,૦૫૭ નાગરિકોની પણ નોંધણી કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં ૧૬,૭૯૩ ફ્રન્ટલાઈન વર્કરોની યાદી બનાવવામાં આવી છે.
તા.૧૬મી જાન્યુ.થી શરૂ થનાર રસીકરણ અભિયાનમાં ૦૭ સેશન સાઈટ નક્કી કરાઈ છે. જેમાં
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ-માંડવી, બારડોલી, મહુવા, માંગરોળના ત્રણ સામૂહિક આરોગ્ય
કેન્દ્રો, પ્રા.આ. કેન્દ્ર મોહિણી, નવી પારડી, સાંધિયેરનો સમાવેશ થાય છે. એક સેશન સાઇટમાં
કુલ ૧00 હે૯થકેર વર્કરને રસી આપવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૭00 હેલ્થકેર
વર્કરોને કોરોના મહામારી સામે રક્ષણ આપતી રસી આપવામાં આવશે.
Comments