top of page
  • Writer's picturePraja Pankh

સુરતમેં તીન બોમ્બ બ્લાસ્ટ કરેગે રોક સકો તો રોક લો - કહેનાર, કલાકોમાં ઉધના પોલીસના સકંજામાં...


સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર ઇસમને ગણતરીના કલાકોમા ઝડપી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ

પ્રજા પંખ સુરત: સુરત શહેરમાં જાહેર સુલેહ શાંતિ જાળવવા તેમજ માલ-સામાનની સલામતી રાખવા સારૂ મે.પોલીસ કમિશ્નર સાહેબ શ્રી તથા અન્ય અધિકારીનાઓએ જરૂરી સુચના આપેલ જેમાં ગઇકાલ તા.૧૧/૦૫/૨૦૨૪ ના રોજ ઉંઘના પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે સમયે એક ઇસમે તેના મોબાઈલ નંબરથી સુરત શહેર કંટ્રોલ રૂમમા ફોન કરી જણાવેલ કે, “કલાક ૨૩/૫૫ વાગે સુરત શહેરમે તીન બોમ્બ બ્લાસ્ટ કરેગે રોક સકો તો રોક લો - તેવુ જણાવી ધમકી આપેલ હોય જે મેસેજ કંટ્રોલ રૂમના ઇન્યાજે તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.દેસાઈ નાઓને જાણ કરતા પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.દેસાઇ નાઓએ ઉપરોક્ત મેસેજની ગંભીરતા લઇ સુરત શહેરના કંટ્રોલ રૂમમા ફોન કરી ધમકી આપનાર ઇસમની શોધખોળ કરવા સારૂ તાત્કાલિક ઉધના પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સંવેદનશીલ વિસ્તારોમાં શોધખોળ શરૂ કરવામાં આવેલ અને હ્યુમનસોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર ઇસમ નામે અશોકકુમાર ફતેબહાદુર સીંગ ઉ.વ.૩૫ રહે. ઉધના બી.આર.સી. નહેર વિસ્તાર સુરત શહેર મુળ ઉત્તરપ્રદેશને ગણતરીના કલાકોમા ઝડપી

પાડવામા આવેલ છે અને તેની પુછપરછ કરતા જણાવેલ કે, "સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરી કલાક ૨૩/૫૫ વાગે સુરત શહેરમે તીન બોમ્બ બ્લાસ્ટ કરેગે રોક સકો તો રોક લો." તેવો ફોન કરેલ પરંતુ પુછપરછ કરતા આરોપીએ જણાવેલ કે, "મારા દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઇપણ જગ્યાએ બોમ્બ મુકવામા આવેલ નથી, પરંતુ મે લોકોને ડરાવવા અને ભય ફેલાવવા માટે આ ફેક કોલ કરેલ હતો."

આવા સંજોગોમાં ઉઘતા પોલીસ સ્ટેશન, સુરત શહેર દ્વારા સરાહનિય કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં પો.ઇન્સ. શ્રી એસ.એન.દેસાઇનાઓના માર્ગદર્શન અને સર્વેલન્સ પો.સ.ઈ. શ્રી એચ.જે.મચ્છર નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સની ટીમ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઇસમ અશોક ને પકડી પાડી પ્રસંનીય કામગીરી કરી છે.

26 views

Comments


bottom of page