top of page

સુરતના સચિનમાં બે વર્ષની બાળકી પર રેપ બાદ હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 2, 2023
  • 3 min read



નરાધમને 5 મહિનામાં જ સજા:સુરતમાં બે વર્ષની બાળકી પર રેપ બાદ હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવી


સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં બે વર્ષની બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં આજે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.

આરોપી ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર

27 ફેબ્રુઆરીના રોજ 1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી. આ કેસમાં બે દિવસ પહેલાં જ સુરતની સેશન્સ કોર્ટે નરાધમ આરોપી યુસુફ ઇસ્માઈલને દોષિત જાહેર કર્યો હતો. જ્યારે આજે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સેશન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. 23 વર્ષના નરાધમ ઈસ્માઈલે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો.

રમાડવાના બહાને આરોપી બાળકીને લઈ ગયો

ઈસ્માઈલ બાળકીને અવારનવાર રમાડવા લઈ જતો હતો. રમાડવાના બહાને યુસુફ બાળકીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કરી બાળકીની હત્યા કરી હતી. ઈસ્માઈલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડી હતી અને પેટના ભાગે છરી મારી હતી. ઈસ્માઈલે પોતાના મોબાઈલમાં બાળકીના નાભિના ભાગને કઈ રીતે ડેમેજ કરાઇ તેના વીડિયો પણ જોયા હતા.

ગત સુનાવણીમાં ફાંસીની સજાની સરકારી વકીલે માગ કરી હતી

ગત સુનાવણીમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરી 2023ના રોજ સચિનના કપલેથા ગામે 1 વર્ષ અને 9 મહિનાની બાળકી પર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાતે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ તેની હત્યા કરી હતી. એટલું જ નહીં, બાળકીના શરીરના ભાગે ઈજા પહોંચાડી હતી તેમજ તેના પેટના ભાગે બચકા ભરી ઈજા પણ પહોંચાડવામાં આવી હતી. આ કૃત્ય બાદ આરોપી બાળકીની લાશને ફેંકીને ભાગી ગયો હતો. પોલીસે આ આરોપીને 28 ફેબુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ટૂંક સમયમાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.

નરાધમ ઘટના બાદ ભાગતો સીસીટીવીમાં કેદ થયો હતો.

નરાધમ ઘટના બાદ ભાગતો સીસીટીવીમાં કેદ થયો હતો.

ધારદાર રજૂઆત અને પુરાવા રજૂ કરાયા હતા

સરકારી વકીલે આ કેસને કોર્ટમાં રેરર ઓફ ધ રેર કેસ ગણવા માટે દલીલમાં મચ્છીસિંહના કેસનું ઉદાહરણ મૂકવામાં આવ્યું હતું. કોર્ટમાં આરોપીની ક્રૂર માનસિકતા ઉજાગર કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનારની ઉંમર અને તે નિ:સહાય હાલતમાંથી એ બતાવવામાં આવ્યું. તેની ઉપર જે ઇજાઓ પહોંચાડવામાં આવી છે એ કોર્ટમાં દર્શાવવામાં આવી હતી. આરોપીએ આ જ પ્રકારનું કૃત્ય અગાઉ પણ એક મહિલા સાથે કર્યું હતું એ બતાવ્યું હતું.

27 ફેબ્રુઆરીએ ઘટના બની હતી

સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં ગત 27 ફેબ્રુઆરીના રોજ ખૂબ જ હચમચાવી અને રુવાંટાં ઊભાં કરી દેતી ઘટના સામે આવી હતી. એક વર્ષ અને નવ મહિનાની માસુમ બાળકી સાથે વિધર્મી યુવકે બળાત્કાર કરી ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે આરોપી 23 વર્ષીય ઈસ્માઈલ યુસુફ હજાતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસે ઝડપી ચાર્જશીટ રજૂ કરી કેસની કાર્યવાહી શરૂ કરી હતી.

સરકારી વકીલ નયન સુખડવાલા જજ સકુંતલાબેન સોલંકી સાહેબની કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી

આ બનાવના 5 મહિનામાં જ આ કેસની ન્યાયિક કાર્યવાહી સુરતના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ સકુંતલાબેન સોલંકી સાહેબની કોર્ટમાં ચલાવવામાં આવી હતી. ત્યારે ગત સુનાવણીમાં આરોપીને ઇન્ડિયન પીનલ કોડ કલમ 302, 363, 366, પોસ્કો એક્ટ 376, એ,બી, 377 વગેરે કલમ હેઠળ દોષિત જાહેર કરાયો હતો. આરોપીને દોષિત જાહેર થયા બાદ સજા અંગે આજે દલીલો કરવામાં આવી હતી, જેમાં આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણવામાં આવે, જેથી આરોપીને મહત્તમમાં મહત્તમ ફાંસીની સજા થાય એની માગણી સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે. જેને આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.

49 જેટલા મૌખિક સાક્ષીઓ અને પુરાવા રજૂ કરાયા

આ ઉપરાંત આવું જઘન્ય કૃત્ય કર્યા પછી પણ તેને કોઈ જ પસ્તાવો નથી એ કોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. તેની પોતાની એક બહેન હોવા છતાં અન્યની બહેન-દીકરી ઉપર આ પ્રકારનું કૃત્ય કર્યું છે. સરકાર તરફ આ કેસને સાબિત કરવા માટે કોર્ટમાં 49 જેટલા મૌખિક સાક્ષીઓ અને પુરાવા રજૂ કરવામાં આવ્યા તેમજ 70થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આરોપીના મોબાઇલમાંથી 200થી વધુ અશ્લીલ વીડિયો અને ફોટા મળી આવ્યા હતા એ પણ તેની માનસિકતા દર્શાવવા રજૂ કરાયા હતા.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page