સાયન્સ પ્રોજેક્ટમાં આઇ સી નાયકની અક્ષરા એ પ્રથમ ક્રમ મેળવ્યો
- Praja Pankh
- Mar 14, 2022
- 1 min read

L&T તથા AIF ના સંયુક્ત ઉપક્રમે સુરતની 18 શાળાઓમા ધોરણ 6થી8 ના વિધાથીઓ માટે MANEK' સાયન્સ પ્રોજેક્ટમાં સચીન વિભાગ કેળવણી મંડળ સંચાલિત આઈ.સી.નાયક પ્રાથમિક શાળાની ધોરણ 7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નાયક અક્ષરાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો,જેને L&T અને AIF ની ટીમ તથા શાળાના અધ્યક્ષશ્રી દિનકરરાય નાયક,પ્રમુખશ્રી સંદિપભાઈ દેસાઈના માગૅદશૅન હેઠળ યોજાયેલ ઈનામ અપૅણ કાયૅકમમા હાજર રહેલા કેળવણી મંડળના મંત્રીશ્રી, દિનેશભાઈ પટેલ, સહમંત્રીશ્રી દિલીપ ભાઈ નાયક, આચાર્યશ્રી સંદિપ ભાઈ વાઘ ,કેમ્પસ ડાયરેકટર કમલેશભાઈ પંડ્યા તથા વિજેતા વિધાર્થીનીના માતા પિતાએ હાજરી આપી હતી. આ પ્રોજેક્ટમાં ભાગ લેનાર શાળાની બીજી એક વિધાર્થીની સોલંકી ઈશાને પણ ઈનામ અપૅણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
Comentarios