સુમુલ શુધ્ધ ઘી ના નામથી ડુપ્લીકેટ ઘી બનાવી વેચતી ટોળકીને ઝડપી પાડતી સુરત શહેર સચીન પોલીસ....
- Praja Pankh
- Oct 13, 2022
- 2 min read

સચિન પ્રજા પંખ : મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ શ્રી સેકટર-૦૨ તથા ડી.સી.પી. ઝોન-૦૬ સાહેબ તથા એ.સી.પી.શ્રી આર.એલ.માવાણી સા.શ્રી, તથા પો.ઇન્સ આર.આર.દેસાઇ નાઓએ નાઓને આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.સબ.ઇન્સ એચ.જે મચ્છર તથા પોલીસ માણસો આગામી તહેવાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કો.જયસુખભાઇ કેશુભાઇ તથા પો.કો.દશરથભાઇ માવજીભાઇ નાઓને મળેલ સંયુકત બાતમીના આધારે સચીન સ્લમ બોર્ડ ખાતે સુમુલ શુધ્ધ ઘી ના ડુપ્લીકેટ ઘી ના પાઉંચો ઓટો રીક્ષા નં.GJ-01-V 7538 મા પોતાના કબ્જામાં રાખી તેનુ વેચાણ સચીન ખાતે સ્લમ બોર્ડમા કરનાર છે તેવી હકિકત મળતા સુમુલ ડેરીના અધિકારી શ્રીને બોલાવી સાથે રાખી સચીન સ્લમ બોર્ડ પાસેથી ઓટો રીક્ષા નં.GJ-01-IV 7538 પસાર થતા તેને પકડી પાડી સુમુલ શુધ્ધ ઘી ૧ લીટરના કુલ્લે-૧૩૦ પાઉચના કુલ્લે કિંમત ૬૯૯૦૦ સાથે તથા જુદા જુદા કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૩ કુલ્લે કિ.રૂ-૭૩૦૦/, ઓટો રીક્ષા નંગ-૦૧ કિ.રૂ-૪૦,૦૦૦/ સાથે આરોપી (૧) રમઝાન ઉસ્માનગની શેખ ઉ.વ.૫૦ રહે.અમરોલી આવાસ બિલ્ડીંગ નં.એ/૫૯ રૂમ નંબર ૧૮ સુરત (૨) ગોટુસિંગ ગૌવિંદસિંગ રાજપુત ઉ.વ.૪૧ ધંધો મજુરી રહે-પાલનપુર પાટીયા જલારામ મંદીરની પાછળ વિનાયક નગર ઘર નં.એ/૫૫ પુંજાલાલ સાલવીના મકાનમા રાંદેર સુરત મૂળ વતન-રાણાવાસ ગુડા મહેકરણ તા.મારવાડ જંકશન જી,પાલી રાજસ્થાન (૩) રતનલાલ માધવલાલજી પારેખ ઉ.વ.૪૪ ધંધો.મજુરી રહે, ડૉડોલી સતોષ પાર્ક ઘર ન.સી/૪૦૪ સાઇ પોઇટ ચાર રસ્તા પાસે ડીડોલી સુરત મુળ રહે- ગામ સોનીયાણા તા.શાહદા જી,ભીલવાડા રાજસ્થાન પકડી પાડેલ છે અને પકડાયેલ ઘી ના જથ્થાની સુમુલ ડેરીના અધિકારી દ્વારા ખાત્રી કરતા ડુપ્લીકેટ હોવાનુ જણાઇ આવતા આરોપી નં.(ર) ગોટુસિંગ ગોવિંદસિંહ રાજપુત નાઓને ઘી કયાથી લાવેલ તે બાબતે પુછતા પોતે પોતાના ભાડાના ઘરે વનસ્પતિ ઘી તથા સોયાતેલ મિક્ષ કરી તેમા એસસન્સ નાખી બનાવતા હોવાનુ જણાવતા ડુપ્લીકેટ ઘી ની ચકાસણી કરવા એસ.એમ.સી. ફુડ વિભાગના અધીકારીને બોલાવી આરોપીના ઘરની ઝડતી તપાસ કરતા એક લિટર ના સુમુલ ઘી ના નંગ - ૩૯ તેમજ ૫૦૦ મી.લી સુમુલ શુધ્ધ ઘીના પાઉચ નંગ ૧૪ તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ પતરાના ખાલી ડબ્બાના નંગ-૫૧ ઇલેકટ્રીક હેન્ડલ પ્લાસ્ટીક સિલાઈ મશીન, ઇલેકટ્રીક વજનનો કાટો, એલ્યુમિનિયમનું તપેલું, પ્લાસ્ટીકની ગરણી,પ્લાસ્ટીકનો જંગ,ગેસનો ચુલો,ભારત ગેસનો બાટલો, તેમજ સુમુલ શુધ્ધ ઘી એક લિટરના પાઉચના ખાલી રેપરો, અને ઘી માં સુંગધ લાવવા માટે એસસન્સ ની બાટલી મળી આવતા તમામ મુદ્દામાલ કિ.રૂ-૧,૫૮,૫૪૦૦ મત્તા ગણી તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ સચીન પોલીસ સ્ટેશન ગુ.નં,પાર્ટ-એ- ૧૧૨૧૦૦૫૪૨૨૨૪૮૫/ ૨૦૨૨ ઇ.પી.કો.કલમ- ૪૨૦,૨૭૨, ૪૮૨, ૪૮૩,૪૮૬,૪૮૭,૧૧૪ તથા ટ્રેડમાર્ક એકટ સને ૧૯૯૯ ની કલમ-૧૦૨૨૨)(ab) ૧૦૩, ૧૦૪ તથા કોપી રાઇટ એકટ સને ૧૯૫૭ ની કલમ-૫૧,૬૩ મુજબ તથા ખાદ્ય પદાર્થોમાં થતી
ભેળસેળ અટકાવવા માટેનો કાયદો સને ૧૯૫૪ ની કલમ-૧૬ મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સમગ્ર પ્રશંસનીય કામગીરીમાં નીચે મુજબના પોલીસ અધિકારી કર્મચારીઓ
હતાં (૧) પો.ઇન્સશ્રી આર.આર.દેસાઇ (૨) પો.સ.ઇન્સશ્રી એચ.જે.મચ્છર (૩) એ.એસ.આઇ મુકેશભાઇ દેવિદાસ (૪) એ,એસ. આઇ. પિતામ્બર વ્યંકટ (૫) અ.હે.કો. રવિકુમાર જગન્નાથ (૬) અ.પો.કો. કલ્પેશભાઇ રામભાઇ (૭) અ.પો.કો. જયસુખભાઇ કેશુભાઇ(૮) અ.પો.કો. દશરથભાઇ માવજીભાઇ ઉપસ્થિત હતાં ....
Yorumlar