top of page

ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા આખરે નોટીફાઈડ ની અટકેલી ૫૪ કરોડ ની ગ્રાન્ટ પણ મંજુર કરાવી...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 21, 2023
  • 1 min read

સુરત સિટીમાં દરિયા કાંઠાનાં ગામો

ઉબેર, સચિન-ઈચ્છાપોર, ભાઠા ગામનો સમાવેશ થતાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાર્ટીલના માર્ગદર્શન દ્વારા સી એમ ને રજૂઆત કરતા વિકાસ માટેની અટકેલી 54 કરોડના ની ગ્રાંટ છૂટી કરાઈ છે ...

સચિન પ્રજા પંખ : જીઆઇડીસીની નોટિફાઈડની ગ્રાંટના મુદ્દે ગુરુવારે સુરત કલેક્ટર, ચોર્યાસીના ધારાસભ્ય, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ચર્ચા મુજબ સુરત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ, સચિન જી.આઈ.ડી.સી.ના રિજિનલ મેનેજર, હજીરા નોટિફાઈડના અધિકારી, પાણી- પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝડપી વિકાસ થાય જે માટે હજીરા પટ્ટીનાં પાંચ ગામોમાં પેવર બ્લોકથી લઈને કોમ્યુનિટી હોલ બનાવવા અને સફાઈ મશીન ખરીદવા અંગેનાં કામોને મંજૂરી અપાઈ છે . આમ ગ્રાન્ટ લાવીને વિકાસના કામોને વેગ આપવામાં હંમેશા મોખરે રહેતા લોકપ્રિય ધારાસભ્ય સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે, સચિન, તલંગપોર, ઉબેર જ્યારે ઇચ્છાપોર અને ભાઠાનો સિટીમાં સમાવેશ થયા પછી નોટિફાઇડની લગભગ 54 કરોડની ગ્રાંટ ત્રણ વર્ષથી વપરાયા વગર પડી હતી. જેથી પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલના માર્ગદર્શન હેઠળ ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈએ સીએમ ભૂપેન્દ્ર પટેલને વણવપરાયેલ ગ્રાન્ટની રજૂઆત કરતાજ નોટિફાઇડની પેન્ડિંગ પૈકી 2/3 ગ્રાંટ મંજુર કરી આપી છે. હવે આ ગ્રાન્ટ ઇચ્છાપોર, ભાઠાનો સુરત સિટીમાં સમાવેશ થતાં 5.36 કરોડની ગ્રાંટ સીધી હજીરા, કવાસ, મોરા, ભટલાઈ અને દામકાગામોમાં વપરાશે. બાકીની 49 કરોડની ગ્રાંટ

સચિન, તલંગપોર અને ઉબેર માટે સુરત પાલિકાના ઉધના ઝોન-બીને ફાળવી દેવામાં આવશે. જેથી હવે આગામી દિવસોમાં ઉધના ઝોન-બી દ્વારા વિકાસનાં કામોમાં ઉપયોગ કરશે. વધુમાં સંદીપ દેસાઈએ જણાવ્યું કે ગ્રાન્ટ મંજુર થાય એટલે

વિકાસના કાર્યોને વેગ મળે છે. સિટીમાં સમાવેશ બાદ હવે

પેવર બ્લોક, સીસી રોડ, તળાવ રિ-ડેવલપમેન્ટ કરાશે, સફાઈ મશીનની પણ ખરીદી કરાશે અને હજીરા, કવાસ, મોરા, ભટલાઈ, દામકા સહિત હાડા વિસ્તારનાં ડ્રેનેજ, પાણીના 32 કરોડનાં કામો મંજૂર કરવામાં આવ્યાં છે

જણાવ્યું હતું...


 
 
 

留言


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page