સંદીપ દેસાઇ ની આગેવાનીમાં લાજપોર જેલના તા. ૨૨/૧૧નાં કાર્યક્રમના ભાગરૂપે અગત્યની બેઠક મળી.....
- Praja Pankh
- Nov 21, 2021
- 1 min read
સચિન પ્રજાપંખ : સચિન વિસ્તારનાં ચોર્યાસી તાલુકાના લાજપોર ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતા માટે લાજપોરથી સુરત સુધી સીટી બસ સેવાનો અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાજપોર મધ્યસ્થ જેલના બંદીવાનાની સુવિધા માટે એમ્બ્યુલન્સ સેવાના શુભારંભ કાયર્કમ પ્રસંગે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ ભાઇ સંઘવી, ઉર્જા મંત્રી મુકેશ ભાઇ પટેલ, સાંસદ, ધારાસભ્ય, સુરત મહાનગરના પદાઘિકારી ઉપસ્થિત રહેવાનાં હોવાથી. ૨૨/૧૧/૨૧ નાં બપોરે ૧ વાગ્યાના કાર્યક્રમનાં આયોજનના ભાગરૂપે લાજપોર મધ્યસ્થ જેલ મુકામે અગત્યની એક બેઠક મળી હતી. આ મિટિંગ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ અને લાજપોર મધ્યસ્થ જેલના સભ્ય સંદીપ દેસાઈની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતી. જેમાં વોર્ડ નંબર ૩૦માં આવતા સુરત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, વોર્ડ સંગઠન હોદ્દેદારો, નગર સેવક, સક્રિય સભ્યો, પૂર્વ નગર પાલિકા નગરસેવકો, પૂર્વ જિલ્લા / તાલુકા પંચાયત સભ્યો, આજુબાજુના ચોર્યાસી તાલુકા ગામ ના સરપંચ શ્રી ઓ કાર્યકરો આગેવાનો લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને આજના સિટી બસ અને એમ્બ્યુલન્સ સેવાના શુભારંભ કાર્યક્રમ ની ચર્ચા વિચારણા કરી હતી....
Commentaires