top of page

સંદિપ દેસાઇ,ચોર્યાસી ધારાસભ્યશ્રી ના હસ્તે સચીન સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલનું ઉદઘાટન કરાયું.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 28, 2022
  • 1 min read

સચિન પ્રજાપંખ : આજે ૮મી ડિસેમ્બર બુધવારના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ ટ્વીન સિટી સુરત- નવસારી રોડ પરનું એક માત્ર સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ થયેલ સરકારી વિશ્રામગૃહમાં નેતાઓ તથા સરકારી બાબુઓ ની મીટીંગો તથા સેવાકીય કાર્યની વધુ જરૂરીયાત અર્થે નવા કોન્ફરન્સ હોલ, ટી.વી. અને ટેબલ માઇક સિસ્ટમ સાથે સજ્જ કરી દેવામાં આવ્યો છે. આ કોન્ફરન્સ હોલ સાથે એક વેઇટિંગ રૂમ પણ બનાવાયો છે આ સાથે હોલમાં સો થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. એવા આધુનિક

કોન્ફરન્સ હોલ, જેનું ઉદઘાટન આજે સવારે લોકપ્રિય ચોર્યાસી ધારાસભ્ય શ્રી સંદિપ દેસાઇનાં કરકમલો દ્વારા કરવામાં આવ્યું છે.

યાદ કરીએ તો ટ્વીન સિટી સચિન - નવસારી રોડ, સચિન નગર પાલિકા સામે પી ડબલ્યુ ડી ની વિશાળ જગ્યામાં વહીવટ વિભાગોના કાર્ય અર્થે સુંદર સુવિધારૂપ વિશ્રામ ગૃહની કલ્પના પણ સંદિપ દેસાઇની જ હતી અને એમના પ્રયત્ન થકી જ આ શક્ય બન્યું છે, જેનું ગત વર્ષે માર્ગ અને મકાન વિભાગના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને જે તે સમયના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ઝંખાનાબેન પટેલ હસ્તે આ સચિન વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હાલના નવનિયુક્ત ચોર્યાસી ધારાસભ્યશ્રી સંદિપ દેસાઇ એ સર્કિટ હાઉસમાં રાજકીય નેતાઓ અને સરકારી વિભાગના અધિકારીઓની વધુ સુવિધાઓ પૂર્ણ કાર્યની વધુ જરૂરીયાત જોતા હજી વધુ સગવડ મળી રહે જે માટે ખાસ આ આધુનિક કોન્ફોરન્સ હોલ બનાવવા માટે નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલ સાહેબ ને રૂબરૂ અને લેખિતમાં રજૂઆત કરી હતી જેને અગ્રીમતા આપી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના નેજા હેઠળ આ સર્કિટ હાઉસના પહેલા માળે ખાસ આ આધુનિક કોન્ફોરન્સ હોલ તૈયાર કરાયો અને આ કોન્ફરન્સ હોલનું ઉદઘાટન સંદિપ દેસાઇ ધારાસભ્ય શ્રી ચોર્યાસી હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સહુ વોર્ડ ૩૦ નાં નગર સેવકો,અધિકારીઓ, પદાધિકારીઓ, શુભેચ્છકો અને ગ્રામજનોની ખાસ ઉપસ્થિત રહી હતી.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page