સંદિપ દેસાઇ, સુરત જિલ્લા પ્રમુખની તબિયત અસ્વ્સ્થ્ય, તબિયત લથળતા ડૉક્ટરની નિગરાનિમા..
- Praja Pankh
- Dec 31, 2021
- 1 min read
સંદિપ દેસાઇ,ના સારા સ્વાસ્થ્ય માટે મંદિરમાં પ્રાર્થના, સમર્થકો અને કાર્યકર્તાઓમાં ચિંતા

સંદિપ દેસાઇની તબિયત અસ્વસ્થ્ય, ડોકટર નિગરાનિમાં રહેતા એમનાં સારા સ્વાસ્થ્ય માટે મંદિરમાં પ્રાર્થના, સમર્થકો અને કાર્યકર્તાઓમાં ચિંતા. . . . સુરત વોર્ડ 30 મા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કનસાડના કામનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલ મંદિરમાં કનસાડના ગ્રામજનોએ તથા કોર્પોરેટર ચિરાગસિંહ હરીશસિંહ સોલંકીએ ભુ-દેવો સાથે સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના અને મહા મૃત્યુંજય જાપ કર્યા.

સચિન પ્રજાપંખ : કોરોના ઓમિક્રોન નામની આ મહામારી આજે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહી છે. આ મહામારીના ઝપેટમાં સામાન્ય જનથી લઇ રાજનેતા, અભિનેતા પણ સંક્રમિત થઇ રહ્યા છે. મુળ કનસાડના વતની અને સચિન કેળવણી મંડળના પ્રમુખ તેમજ સુરત જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ એવા સંદિપ દેસાઇ પણ કોરોનાની ઝપેટથી અછુતા રહ્યા નથી.એમની તબિયત લથળતા હોસ્પિટલમાં ડોકટરોની નિગરાનિમાં ખસેડાયા છે. સંદીપ દેસાઇને કોરોના પોઝિટિવ ની વધુ અસર આવતાં ,તેમના પરીવાર, સમર્થકો અને શુભેચ્છકોમાં ચિંતા ફરી વળી છે. તેવામાં સંદીપ દેસાઇ જલ્દી સાજા થઇ જાય તે માટે સમર્થકો દ્વારા મંદિરમાં પૂજા પાઠ કર્યા. ગત રોજ કણસાડ મુકામે કામનાથ મહાદેવ મંદીરનો પાટોત્સવ હતો તેમા પણ કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકી અને તેમના પરીવાર, અન્ય ગ્રામવાસીઓ સહિત ભાજપ કાર્યકર્તાઓ દ્વારા મંદીરમા વહેલા સારા થઇ જવા માટે પ્રાર્થના અર્ચના સાથે મહા મૃત્યુંજય જાપ કર્યા હતાં. ભગવાન મહાદેવ તેમના પર કૃપા રાખે અને જલ્દી સાજા થઇ પ્રજાના સેવાના કાર્યક્રમના લાગી જાય તેવી પ્રાર્થના કરી હતી.
Comments