સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડશે “આમ આદમી પાર્ટી”
- Praja Pankh
- Feb 3, 2021
- 2 min read

સચિન પ્રજાપંખ દ્વારા : સુરત શહેરમાં સચિન,ઉન,આભાવા અને કનસાડનો સમાવેશ થતાજ થોડા દિવસ બાદ રાજયભરમાં સ્થાનિક સ્વરાજયનીચુંટણીના પડઘમ વાગ્યા છે. ફેબ્રુઆરીમાં મતદાન થશે ત્યારે કોણ શાસન કરશે એની વાતો તો દૂર રહી પરંતુ આપ પાર્ટી પોતાની છબી અનુસાર સ્વચ્છ ઉમેદવારની શોધમાં છે. એક પણ ગુન્હાનું લાંછન નહીં હોય સ્વચ્છ પ્રતિભાવંત અને લોકોના પ્રશ્નો ને વાચા આપી શકે એવા ઉમેદવારોને ટિકિટ અપાશે. આમ પણ આ વખતે લોકોના મૂડ જોતાં પક્ષ નહીં વ્યક્તિ ને જોઈને વોટ પડશે.
આપણે જાણીએ છીએ તેમ ભારતીય રાજકારણમાં બે મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસ સામે દિલ્હીમાં આપે મેદાન માર્યું છે. તે આમ આદમી પાર્ટી હવે ગુજરાતની ગાદી સર કરવા ત્રીજા વિકલ્પે ચૂંટણી લડવા જઇ રહી છે. આપ નેતાઓ કહે છે તેમ, જનતા મજબુરીથી ભા.જ.પ. ને મત આપી રહી છે બીજી બાજુ કોંગ્રેસ ધીરે ધીરે તુટી રહી છે. હજી પૂર્ણ વોર્ડના ઉમેદવારોની જાહેરાત કોઈ પક્ષોએ કરી નથી, બીજી બાજુ ભાજપ કોંગ્રેસ લગભગ ત્રણ કે ચાર તારીખે નવા સમીકરણ સાથે ઉમેદવારોના નામ જાહેર કરશે. ત્યારે વોર્ડ 30માં કહી ખુશી કહી ગમ છવાઈ જશે, જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજયની તમામ ચુંટણીઓમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતાં ઉમેદવારોને જ લડાવવાની તૈયારીમાં છે અને એ માટે વોર્ડ નંબર 30ની મહિલા સામાન્ય સીટની ટિકિટ આમ આદમી પાર્ટી એ કનસાડ ખાતે રહેતા ગત કનકપુર પાલિકાની 2016ની ટર્મમાં વોર્ડ-6 માં કોંગ્રેસ પક્ષ તરફથી નગર સેવકની ઉમેદવારી કરનાર અને ચુંટણીમાં સામે પક્ષે જબરજસ્ત ટક્કર આપી સન્માન જનક સ્કોર સુધી પહોચી જનાર એવા રીટાબેન એસ. પ્રજાપતીની આપ પક્ષના ઉમેદવાર તરીકેનું મેન્ડેડ આપ્યું છે. આ જાહેરાત થતાં એમના મિત્ર મંડલમાં સોસાયટીમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. રિટાબેન સમાજ સેવક તરીકે પોતાના સમાજ સેવી પતિની સાથે જાહેર જીવનમાં હમેશા ખભાથી ખભો મેળવી પોતાની હાજરી પૂરતા રહે છે. રીટાબેન સુનિલ પ્રજાપતિની પ્રતિભા સ્વચ્છ છે. ક્યાંય કશી કોઈ પણ બાબતમાં તેમનું નામ ખરડાયેલું નથી. સામાજિક સેવાનો શોખ છે. સ્થાનિક લોકો પતિ પત્નીને તેમની સેવાના કારણે ઓળખે છે. રીટા બેને અહી ઘેર ઘેર પોતાની ભાવનાત્મક સ્થિતિ સર્જેલી છે તેઓને સહુ માન સન્માન સાથે આદર મળે છે અને એજ કારણે આપ પક્ષે એમની પસંદગી કરી છે. તેજસ્વી માઈન્ટ સાથેની એમની પર્સનાલીટી, જવાબ આપવાની એમની ત્વરિતતા અને વિલ પાવર ધરાવતાં સમાજમાં બહુમુખી પ્રતિભા અને માનવીય ગુણોનો એમનો વિકાસ એટલે રીટા બેનનો વ્યક્તિત્વ વિકાસ જે હમેશા સમાજ લક્ષી રહે છે. એમના આ ગુણોથી જ આપ પાર્ટી દ્વારા ઉમેદવારી માટે પસંદ કરાયા છે એવું જણાવે છે.
Comments