સ્ટેન્ડીગ કમિટી ચેરમેન પાસે વોર્ડ ૩૦માં જોઇતી સુવિધાઓની માંગણી કરાઇ...
- Praja Pankh
- Jun 18, 2021
- 3 min read

સચિન પ્રજાપંખ : આજે સુરત મહનગર પાલિકામા ગત વર્ષે વોર્ડ નંબર ૩૦ માં ૨૭ ગામ અને બે નગર પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો અને સ્વરાજ્યની ચુંટણી બાદ સ્થાનિક નગર સેવકો દ્વારા વોર્ડ ૩૦ ને જોઇતી તમામ સુવિધાઓ માટે મનપા માં સતત માંગણીઓ કરી રહ્યા છે અને તેઓની માંગ મુજબ કાર્યો થઈ પણ રહ્યા છે. આજે ઉદઘાટન પ્રસંગે પધારેલ પરેશભાઇ પટેલ સ્ટેન્ડીગ કમિટી ચેરમેન સુરત મહાનગર પાલિકા, સુરતને સ્થાનિક ડેવલોપમેંટ કમિટી અને ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઇ અને સ્થાનીક કાયદા સમિતિ ચેરમેન હસમુખભાઇ નાયકા, ચિરાગસિંહ સોલંકી – ટીપી સમિતી સદસ્ય, પીયુષાબેન પટેલ બાંધકામ સમિતિ સદસ્ય અને રીનાબેન રાજપૂત પાણી સમિતિ સદસ્યની ઉપસ્થિતીમાં છઠ પુજા સમિતી અધ્યક્ષ અને સંગઠન ઉપપ્રમુખ ચંદ્ર કિશોર સિંહ તથા ડેવલોપમેંટ કમિટી પ્રમુખ પ્રકાશ ભાવસાર દ્વારા નીચે મુજબની માંગણીઓ રુબરુ પત્ર આપી કરી છે.

જેમાં જણાવ્યા મુજબ અહી સચિન જી આઈ ડી સી, અને હોજીવાળામાં કામ કરતાં સમગ્ર ભારતમાંથી રોજી રોટી કમાવવા પરપ્રાંતવાસી પ્રવાસીઓ અહી આવે છે અને સેફ જગાએ એટલે કે, સચિન અને કનકપૂરમાં તથા આજુબાજુના ગામોમાં જ વધુ વસવાટ કરે છે જે માટે સ્થાનીક માંગણી નીચે મુજબ છે. -
1- યુવા યુવક યુવતીઓ માટે અને ખાસ બાળકોને રમવા માટે કોઈ પણ પ્રકારનું પ્લે ગ્રાઉન્ડ નથી, જે બનાવવા વિનંતી -2- બાળકો માટે સ્કેટીગ પોઈન્ટ નથી, રમત ગમત અને સ્કેટીગ માટેની જગા હાઉસિંગ બોર્ડે મુકરર કરેલ હતી. જે બનાવી આપવા વિનંતી. -3- કનકપૂર અને કનસાડ ખાતે બે વાંચનાલાય છે પરંતુ આધુનિક મનપા જેવા નથી જેને આધુનિક કરી આપવા વિનંતી જેથી વાંચંકોની સંખ્યા વધી શકે. -4- સચિન બજારમાં શાક માર્કેટ અને બ્રિજ નીચે કોઈ સ્થળે પાર્કિંગ વ્યવસ્થા નથી તેની વ્યવસ્થા કરવા વિનંતી -5- બાળકો યુવા અને અન્યો માટે કોઈ પણ સ્વિમિંગ પુલ નથી માટે એક લેડિઝ જેન્સ માટે સ્વિમિંગ પુલ બનાવી આપવા વિનંતી -6- કનકપૂર ખાતે એક પણ શાકભાજી માર્કેટ નથી જેની ખાસ વ્યવસ્થા કરી આપવા વિનંતી છે. -7- જાહેર ટોઇલેટ કનકપુર અને સચિન (વેસ્ટ)માં બ્રિજ નીચે, એમ કુલ ત્રણ છે વધુ એક સચિન બજાર (ઇસ્ટ) માં વધુ જરૂર છે. અહી શાક માર્કેટમાં હજારોની સંખ્યામાં સવારે સાંજે આમ પ્રજા અને અપ-ડાઉનવાળા ખરીદી માટે આવતાં હોય છે તેઓ માટે જાહેર ટોઇલેટ સેવા નથી તે બાબતે યોગ્ય કરશોજી – 8 - પ્રાથમિક હિન્દી અને ઉડીયા સ્કૂલ છે પરંતુ એક મરાઠી પ્રાથમિક સરકારી શાળા નથી તેની ખાસ જરૂરત છે. (ખાસ સ્લમ એરિયામાં જરુર છે.) -9- અહી કનકપુર ખાતે જીલ્લા પંચાયત સરકારી હિન્દી અને ઉડીયા માધ્યમની ધોરણ ૧ થી ૮ ની સ્કૂલ છે, માટે અહી આગળના ભણતર માટે હિન્દી, ઉડીયા અને મરાથી માધ્યમની ધોરણ ૯ થી ૧૨ ની મનપા સંચાલિત સ્કુલોની ખાસ જરુરત છે. -10- સરકારી દવાખાના તરીકે અર્બન હેલ્થ સેન્ટર છે તેની સાથે અંદાજિત 3 વીંઘા સરકારી જમીન છે જેનો તાત્કાલિક કબ્જો લઈ મનપા દ્વારા મોટી મિની સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવે તો વોર્ડ ૩૦ નાં શ્રમજીવીઓને ઘણી રાહત થશે -11- અહી વરિષ્ઠ નાગરિકોના (1) સિનિયર સીટીઝન વેલફર (રજી) ટ્રસ્ટ (2) સૌરાષ્ટ્ર સિનિયર સીટીઝન કલબ અને (3) વિશ્રાંતિ સિનિયર સીટીઝન કલબ આમ 3 સંગઠનો છે, જેઓ માટે એક પણ હોલ કે, શાંતિ કુંજ સીટીઝન ગાર્ડન વગરે નથી જે માટે યોગ્ય કરવા વિનંતી છે. -12- યુ.પી.વાસી મિત્રો માટે છઠ પૂજા માટે જોઈએ તેવું પ્રોટેક્ષણ સાથેના તળાવની જરૂર છે. છઠ પૂજામાં આવતા અંદાજિત ૨૦ થી ૨૫ હજાર થી વધુ ભાવિક ભક્તો માટે કનકપૂરમાં એક નાનુ તળાવ છે. જ્યાં છઠપૂજા સમિતિ દ્વારા દર વખતે સગવડ કરી ધાર્મિક છઠ પૂજા મનાવાય છે. જેથી આ તળાવમાં લાઈટ, ગાર્ડન અને પગથિયાં સાથેનું વધુ સુધારા કરીને બનાવી આપવા વિનંતી છે. -13- અહી એક પણ ઓપન પાર્ટી પ્લોટ નથી, જે માટે ખાલી પ્લોટો અને સરકારી જમીનો કનક્પુર સ્લમ માં છે જેમાં ઓપન પાર્ટી પ્લોટ બનાવી આપવા વિનંતી. -14- અહીની પૂરતી આંગણવાડીઓ નથી. જેથી સર્વે કરીને અન્ય બીજી આંગણવાડી માટે યોગ્ય કરી વધુ આંગણવાડીઓ આપવા વિનંતી -15- કનકપુર રાજ માર્ગ થી સીધો લાજપોર ગામ અને જળકુવા સ્મશાન જવા માટે તળાવ પાસેથી આગળ ખાડી પરથી સામે લાજપોર રોડ ને જોઇન્ટ કરતો એક રસ્તો બહુ જ જરુરી છે. -16- એશિયાની બીજા નમ્બરની જી આઇ ડી સી અને બીજી બાજુ હોજીવાળા જેવી ઇંડ્સ્ટ્રીઝ હોવાથી અહી એક પણ ઘોડીયા ઘર (બેબી સિટિંગ) નથી કે કે જ્યાં શ્રમજીવી બહેનો પોતાનું બાળક કામ પર જાય ત્યારે મૂકી જઇ શકે જે માટે યોગ્ય કરવા વિનંતી છે -17- કનસાડ, કનકપુર અને સચિન ખાતે 3 કૉમ્યુનિટી હૉલ છે પરંતુ ત્રણે ની ડિઝાઇન અલગ છે. અહી કોઈ નાટક કે મોટા સ્ટેજ પ્રોગ્રામ વગેરે માટે કોઈ આધુનિક સુવિધાઓ નથી જેથી સુરતના સંજીવ કુમાર અને ગાંધી સ્મૃતિ ઓડિટોરિયમની જેમ પાર્કિંગ સાથે ફરીથી રીડેવલોપ કરી બનાવી આપવા વિનંતી છે. -18- જી આઇ ડી સી, તથા કનસાડ, કનકપુર અને સચિન સ્ટેશન મેઈન રોડ તથા સચિન- નવસારી રોડ પર પેસેન્જરો ને બસ ની રાહ જોવા માટે મનપા ના સિટી બસ સ્ટોપોની જરુર છે. -19- આ વિસ્તાર મા જ્યારે જ્યારે કોઇ સ્થળે આગ લાગે છે તે સમયે સચિન જી આઇ ડી સી અને હોજીવાળા માંથી ફાયર બ્રિગેડ (બંબા) વાળાઓને બોલાવવા પડે છે જે બાબતના નાણાં ચુકવવા પડે છે. માટે આ વિસ્તારમાં વસ્તી અને રહેઠાણનો આંક જોતા ૦૪ ફાયર બ્રિગેડ (બંબા) ની તાતી જરુરત છે.
આમ ઉપરોક્ત વિકાસનાં કાર્યો માટે યોગ્ય કરવા પરેશભાઇ પટેલ સ્થાયી સમિતી અધ્યક્ષને જણાવ્યું છે.
Comments