top of page

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને પૂજ્ય મોરારી બાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય..

Writer: Praja Pankh
Praja Pankh
Jan 2, 2023
1 min read

થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયાં હતાં. ભારતના વીર સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવા પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 16 જવાનોના પરિવારોને રૂ. 25-25 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, માં ભારતનીની સેવા કરતાં આપણા વીર જવાનોના જીવન ખૂબજ અમૂલ્ય છે અને તેને નાણાકીય સહાયથી ભરપાઇ કરવું અશક્ય છે. તેમ છતાં તેમના પરિવારજનો પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં આર્થિક સહાય જાહેર કરાઇ છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page