સી આર પાટીલજીના યશસ્વી એક વર્ષ પુર્ણ થતાં વોર્ડ નંબર 30 ખાતે અનેકવિધ કાર્યક્રમો થયા
- Praja Pankh
- Jul 21, 2021
- 2 min read
નિર્ણય લેવામા કઠીણ પણ દિલથી માયાળુ એવા સી.આર.પાટીલને ગુજરાતમાં એક વર્ષ પુર્ણ, એમના માનમાં અન્ય સ્થળોની જેમ વોર્ડ-૩૦ મા પણ અનેકવિધ કાર્યક્રમ યોજાયા, એમના પ્રમુખપણા હેઠળ ગત વર્ષે ભાજપે વિધાનસભા 8 સીટ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમા 60 વર્ષથી વધુ ઉંમરને ટીકીટ નહિ, કોઈ સગાને ટીકીટ નહિ અને ત્રણ ટર્મથી વધુને રિપીટ નહિ ફોરમ્યુલા લાવ્યા અને 6 માંથી 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા, 205 તાલુકા પંચાયત અને 75 નગરપાલિકમાં ભાજપે ભવ્ય જીત મેળવી લીધી ત્યારે આવા હોનહાર પ્રમુખ ભાજપના કાર્યકર્તાઓને મળતાં સમગ્ર ભાજપમાં હર્ષની લાગણી પ્રસરી છે.

સચિન પ્રજાપંખ : આજની તારીખમા ભારતીય જનતા પાર્ટીમાં (BJP) 13માં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વરણી ગત વર્ષે કરવામાં આવી હતી અને આ એક વર્ષમાં ભાજપા કાર્યકરોમા પદાધિકારીઓમા અનેરો ઉત્સાહ જોવાઇ રહ્યો છે. જનસંઘ પાછળથી ભારતીય જનતા પાર્ટી બનતાની સાથે જ કેશુભાઇ પટેલની પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી. ભારતીય જનતા પાર્ટી બની ત્યારે સમગ્ર દેશમાં લોકસભાની બે સીટો આવેલી તેમા એક સુરત કાશીરામ રાણા અને બીજી મહેસાણા પટેલની હતી, બીજેપીના ત્રીજા પ્રદેશ પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતના ઓબીસી સમાજના મોટા નેતા કાશીરામ રાણા સુરતને સ્થાન અપાયું હતું, ત્યારબાદ ભાજપનાં 13માં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલજીની 20 જુલાઇ 2020ના રોજ નિમણુંક થઈ હતી. જેને ગત રોજ પ્રમુખ તરીકે 01 વર્ષ પૂર્ણ થયું, પાટીલે એક વર્ષના કાર્યકાળમા પ્રથમ પેજ સમિતિનો આરંભ કર્યો હતો, એમના નેતુત્વમાં ભાજપે વિધાનસભા 8 સીટ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમા 60 વર્ષથી વધુ ઉંમરને ટીકીટ નહિ, કોઈ સગાને ટીકીટ નહિ અને ત્રણ ટર્મથી વધુને રિપીટ નહિની ફોરમ્યુલા લાવ્યા અને સી.આર.પાટીલે 6 માંથી 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા, 205 તાલુકા પંચાયત અને 75 નગરપાલિકમાં ભાજપે ભવ્ય જીત મેળવી લીધી. આવા હોનહાર સેનાપતી જેવા પ્રમુખ ભાજપના કાર્યકર્તાઓને મળતાં સમગ્ર ભાજપમાં હર્ષની લાગણી પ્રસરી છે અને જેથી જ અન્ય સ્થળોની જેમ સચિન વોર્ડ ૩૦ માં અનેકાનિધ કાર્યક્રમો આયોજીત કરાયા હતા, ભાજપના લાખો કાર્યર્ક્તાઓનો પરીશ્રમ, ત્યાગ અને સમર્પણથી ગુજરાતના છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી ચુકી છે એવું અજિતસિંહ રાજપૂત પ્રમુખ ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘે જણાવ્યુ છે. એમણે વધુમા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના પ્રમુખ સી. આર. પાટિલના યશસ્વી 01 વર્ષ થવા બદલ સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 30 માં બીજેપી પાર્ટીના કોર્પોરેટર પાણી સમિતિ સદસ્ય રીના અજિતસિંહ રાજપૂતની જનસંપર્ક ઓફિસ ખાતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલુણાં નિમિત્તે 21 કુંવારીકાઓને 21 જ્વારના બાસ્કેટ, ફ્રૂટ પેકેટ, નોટબુક પેન તેમજ અસંખ્ય મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી. આ કાર્યક્રમનું વોર્ડ નંબર 30 ના કાયદા સમિતિ ચેરમેન હસમુખભાઇ નાયકા, ટીપી સદસ્ય ચિરાગસિંહ સોલંકી, બાંધકામ સમિતિ સદસ્ય પિયુષાબેન ભરતભાઈ પટેલ, પાણી સમિતિ સદસ્ય રીના અજિતસિંહ રાજપૂત દ્વારા પુર્ણ આયોજન કરવામાં આવ્યું હતું આ સુંદર સફળ કાર્યક્રમને સફળ બનાવવા સુરત શિક્ષણ સમિતિનાં રાજુભાઇ પટેલ, જીવનભાઇ ભડીયાદરા, નંબર 30 પ્રમુખ દિપક ચૌધરી, મહામંત્રી મોહન ભાઈ પટેલ તથા બી એચ પી થી વિક્રમસિંહ શેખાવત, ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘના વડા પ્રમુખ અજિતસિંહ તથા ભાગેશ શર્મા, પિન્ટુ પાંડે, ભિમરાડના દીપિકા પટેલ, દીપિકા ભાવસાર અને પ્રીતિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Comments