સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન”તાલુકા કક્ષાના “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળા ની ઉજવણી...
સચિન : મહિલા અને બાળ વિકાસ વિભાગ “બેટી બચાવો બેટી પઠાવો” તથા “પુર્ણા યોજના” ના સંયુક્ત ઉપક્રમે ચોર્યાસી તાલુકામા તા-૩૧-૧૨-૨૦૨૨ ના રોજ પારડી ક્ણદે પ્રા.શાળા તા.ચોર્યાસી જિ.સુરત ખાતે કિશોરી કુશળ બનો” હેઠળ આયોજીત “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળો શ્રીમતીકલ્પનાબેન વાંજવાલા તા.પં. સભ્ય તેમજ અધ્યક્ષશ્રી સામાજિક ન્યાય સમિતિ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમા જુદા-જુદા સરકારી વિભાગો દ્વારા જે તે વિભાગોમાં ચાલતી વિવિધ યોજનાઓ કિશોરીઓની સુરક્ષા અને સશક્તિકરણ, આંગણવાડીમાં નિયમિત આપવાના લાભો, પોષણ, આરોગ્ય અને શિક્ષણ, ઘરેલું હિંસા, વિશે માહિતગાર કરવા તેમજ દિકરા-દિકરી વચ્ચેના ભેદભાવને દુર કરવા જેવા મુખ્ય વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આ સિવાય શિક્ષણનું મહત્વ, અનિમિતાના નિવારણ માટે લેવાના પગલાં, સ્વ-બચાવની સમજ, અન્ય અગત્યની યોજનાની તેમજ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસપૂર્વક પગલાં પાડી શકે તે માટે વિસ્તૃત સમજ આપવામા આવેલ તેમજ મેળામાં વિશિષ્ઠ પ્રકારના જુદા-જુદા સરકારી વિભાગો દ્રારા સ્ટોલ પણ ઉભા કરવામાં આવેલ.
આ સંપૂર્ણ કાર્યક્રમ પ્રોગ્રામ ઓફિસરશ્રી કોમલબેન ઠાકોર ના માર્ગદર્શન હેઠળ યોજવામા આવેલ જેમા ૩૫૦ કિશોરીઓ તથા અન્ય વિભાગ ના અધિકારીશ્રી, વોર્ડ ૩૦ નગર સેવક પિયુશાબેન પટેલ અને સદસ્ય શ્રી ઇમરાન બુલબુલિયા, સચિન પીએસઆઈ સંગાડા તથા કર્મચારી ઉપસ્થિત રહયા હતા.



Comments