સરનામું ભુલેલા વૃદ્ધ દંપતી નું પરિવાર સાથે મિલન કરાવતી સચીન પોલિસ..
- Praja Pankh
- Aug 4, 2021
- 2 min read

સચીન પ્રજાપંખ : ગત રોજ સચિન બજારમા એક વૃદ્ધ દંપતી પોતાના આંખોથી કોઇને શોધતી નજર આવતી હતી, આ દ્રશ્ય સ્થાનિક નગર સેવક ચેરમેન કાયદા સમિતિ હસમુખભાઇ શંકરભાઇ નાયકાના ઘર પાસેના બજારના હતાં જેમણે હકીકત જાણી વરીષ્ઠ પત્રકાર પ્રકાશ ભાવસારને જાણ કરી અને ભાવસારે તત્કાલિક (સચિન પી. એસ. આઇ.) એસ. આઇ. દેસાઇને હોમગાર્ડ પ્રકાશ મોર્યા થકી જાણ કરી અને થોડા સમયમાજ સચીન પોલિસે સરનામું ભુલેલા વૃદ્ધ દંપતી નું પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનિય કામગીરી કરી. કનકપુર પોલીસ ચોકીના પોલીસ કર્મીઓ અ.હે.કો જયેશભાઇ રસિકભાઇ બ.ન.૭૨૭ તથા અ.પો.કો કલ્પેશ બાપુરાવ બ.ન.૨૩૮૧ તથા અ.પો.કો દશરથભાઇ માવજીભાઇ બ.ન.૩૪૪૩ તથા નારણભાઇ ભજુભાઇ બ.ન.૩૭૩૦ તથા હોમગાર્ડ પ્રકાશ દ્વારકા પ્રસાદ મૌર્યા બ.ન.૬૩ (સચીન હોમગાર્ડ યુનિટ)નાઓ સાથે કનકપુર પોલીસ ચોકી વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે સમયે ઉપરની હકીકતે તપાસ કરતાં સચીન સ્ટેશન બજાર જે.જે માર્કેટ પાસે પહોંચતા એક દુકાન પાસે એક વયોવૃધ્ધ ઇસમ તથા એક વયોવૃધ્ધ મહીલા કોઇની રાહ જોતા બેઠેલા હોય તેવું લાગતાં આ સિનીયર સીટીઝન દંપતી તેમનુ નામ-ઠામ સરનામુ ન જણાવતા તેઓ દંપતી ભુલા પડી ગયેલ હતાં માટે તેઓના સચીન સ્ટેશન બજારમાં દંપતીના ફોટા બતાવી વેપારીઓને પણ આ બાબતે પુછપરછ કરી આખરે કોઇ સગાસબંધીઓ બાબતે ભાળ ન મળતા આ બંને સિનીયર સિટીજનોને નજીકમા આવેલ કનકપુર પોલીસ ચોકી ઉપર લાવી તેમને ચા નાસ્તો કરાવી તેમની પ્રેમપૂર્વક પુછપરછ કરતા તેઓ પુરૂષ ઇસમે પોતાનુ નામ (૧) નરસિંહભાઇ ભાણાભાઇ રાઠોડ ઉવ.૭૦ ધંધો-નિવૃત રહેવાસી-ગામ-કાળાકાછા તાલુકો-જલાલપોર જીલ્લો-નવસારી તથા મહીલાએ પોતાનુ નામ (૨) નર્મદાબેન તે નરસિંહભાઇ ભાણાભાઇ રાઠોડની પત્ની ઉવ.૬૫ ધંધો-નિવૃત રહેવાસી-ગામ-કાળાકાછા તાલુકો-જલાલપોર જીલ્લો-નવસારી નાના હોવાનુ જણાવેલ, આ હકીકત F.O.P સચીન પો.સ્ટે ગૃપના હોમગાર્ડ પ્રકાશ મૌર્યા બ.ન.૬૩ નાઓએ ભુલા પડી ગયેલ દંપતીના ફોટાઓ F.O.P વોટસ એપ ગૃપ અને અન્ય પ્રકાશ ભાવસારના ગ્રુપમા નાંખી જેના આધારે આ ભુલા પડી ગયેલ દંપતી પરિવારના સભ્યોનો સમ્પર્ક તાત્કાલિક થતા તેઓના વાલીવારસ બાબતે ખરાઈ કરી સુરક્ષીત તેઓને સોપવામાં આવતાં ઘરના પુત્રને ખોવાઇ ગયેલ માત-પિતાનાં સુખદ ભેટ થતાં આંખો ભરાઇ આવી હતી, આમ આજે નગર સેવક ચેરમેન કાયદા સમિતિ હસમુખભાઇ નાયકાની સતર્કતા અને સચીન પોલિસની કનક્પુર પોલિસ ચોકીના સ્ટાફની મહેનત રંગ લાવી અને આમ સરનામુ ભુલી ગયેલ દંપતીને પોતાના પરીવારને મિલન કરાવ્યું જે બદલ વદ્ધ દંપતીએ ખુબ આશિર્વાદ આપ્યા છે. ખરેખર થોડા સમયમા જ સચીન પોલિસે સરનામું ભુલેલા વૃદ્ધ દંપતી નું પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનિય કામગીરી કરી હતી.
Commentaires