top of page

સરકારી હોસ્પિટલ ખાતે ART સેન્ટરમાં એચ.આઇ.વી.સારવારની દવા ની અછત સર્જાઈ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 22, 2022
  • 2 min read

સેન્ટરમાંથી એન્ટીરીટ્રોવાયરલ (એ.આર.ટી) દવા નિઃશુલ્ક મળે છે. આ મોંઘી દવા રોજ આજીવન લેવાની હોય છે. જેની અછત સર્જાતા સુરત સહિત ગુજરાતના દરેક જિલ્લાના HIV દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.


પ્રજાપંખ સચિન : એઆરટી દવા માટે પ્રાપ્ત થતી માહિતી મુજબ કોઈપણ ખાનગી મેડિકલ સ્ટોરમાં આ દવા મળતી નથી. અને ગુજરાતમાં અછત સર્જાઈ છે. સરકારી હોસ્પિટલમાં આવેલા સારવાર કેન્દ્રો પર દવા નથી મળતી. સુરત જિલ્લામાં જીવલેણ એઇડ્સ રોગની ચપેટમાં આવેલા બાળકો, યુવાનો, મહિલાઓ સહિત કુલ હજારો દર્દીઓ નોંધાયા છે. આ દવા ન મળતાં વાયરસ ઝડપથી શરીરમાં વધે છે અને તેથી તકવાદી ચેપ લાગતા દર્દીના જીવ જોખમાય છે. આ દર્દીઓ જિલ્લા સ્તરના સંગઠન "નેટવર્ક ઓફ પીપલ લીવિંગ વિથ એચ.આઇ.વી./એઇ ડ્સ" સંસ્થા સાથે જોડાયેલા છે. અને જિલ્લા હોસ્પિટલમાં આવેલ એ.આર.ટી સેન્ટરમાંથી સારવાર મેળવે છે. એચ.આઈ.વી.પોઝિટિવ દર્દીઓ માટે અત્યંત જરૂરી એન્ટિરેટ્રોવાઇરલ થેરાપી દવાની છેલ્લા ૬ મહિનાથી અછત સર્જાતા, એચ.આઇ.વી. એઇડ્સના દર્દીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે તેવી આશંકા સેવાઈ રહી છે.

આ માટે જી.એસ.એન.પી.+ (ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ) ના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં સંબંધિત સરકારી વિભાગમાં સરકારમાં રજૂઆત કરાઈ રહી છે. ગુજરાતમાં અંદાજે ૭૨,૦૦૦ એચ.આઇ.વી. સાથે જીવતા લોકોને નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (નાકો) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી સાથે સંકલન કરીને એચ.આઇ.વી.ની એન્ટિરેટ્રોવાઇ૨લ થેરાપી (એઆરટી) દવાનો જથ્થો નિઃશુલ્ક પૂરો પાડવામાં આવે છે. હાલમાં સર્જાયેલી કટોકટી જેવી સમસ્યાને કારણે જો દર્દી આ દવા નિયમિત સમયે નહીં લે તો રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય અને દર્દીને બીમારીઓ લાગી શકે છે. અનેકના મરણ પણ થઈ શકે છે. એક સમયની દવાનો ડોઝના લેવામાં આવે તો શરીરમાં એચ.આઈ.વી.નો વાયરસ લાખોની સંખ્યામાં વધી જાય છે. અને દર્દીના સ્વસ્થ જીવનના દરેક પ્રયાસો પર પાણી ફરી વળે છે. આ માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે આ એઆરટી દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગણી સરકારમાં થઈ રહી છે. તેમજ આ દવાઓ "અતિ મહત્વની જરૂરિયાત" દવાની યાદીમાં સામેલ કરી ભવિષ્યમાં આવી ઘટ ફરી પાછી ના સર્જાય તે માટે સુચારુ વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવે તેવી ટકોર કરવામાં આવી રહી છે.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Commentaires


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page