સમગ્ર જિલ્લામાં દિવ્યાંગો માટે સાધન સહાય માટે મેગા કેમ્પોનું આયોજન
- Praja Pankh
- Sep 23, 2021
- 1 min read
દિવ્યાંગોએ મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધઃ

સુરત પ્રજાપંખ : સુરત શહેર-જિલ્લામાં એલિમ્કો ઉજ્જૈન અને જિલ્લા પંચાયતના સમગ્ર શિક્ષા વિભાગના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એસેસમેન્ટ કેમ્પ તથા વિનામુલ્યે સાધન સહાય વિતરણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬ થી ૧૪ વર્ષના તમામ દિવ્યાંગ બાળકોનું પ્રથમ એસેસમેન્ટ અને ત્યારબાદ સાધનોનું વિતરણ કરવામાં આવશે. કામરેજ અને પલસાણા તાલુકાના દિવ્યાંગોએ તા.૨૪/૯/૨૧ના રોજ કામરેજની નવાગામ પ્રાથમિક શાળા ખાતે, માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના દિવ્યાંગોએ તા.૨૫/૯/૨૦૨૧ના રોજ માંગરોળના ઝંખવાવ પ્રાથમિક શાળા ખાતે, બારડોલી અને મહુવાના દિવ્યાંગોએ તા.૨૭/૯/૨૦૨૧ના રોજ બારડોલી બી.આર.સી.ભવન, કુમાર શાળા ખાતે તથા ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના દિવ્યાંગોએ તા.૨૮/૯/૨૦૨૧ના રોજ ઓલપાડ બી.આર.સી.ભવન તાલુકા પંચાયત કચેરીની સામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં ૪૦ ટકા કે તેથી વધુની વિકલાંગતા ધરાવતા અને વાલીની માસિક આવક મર્યાદા રૂા.૧૫૦૦૦ની ધરાવતા બાળકોને એસેસમેન્ટના આધારે સાધન સહાય આપવામાં આવશે. કેમ્પમાં ભાગ લેવા માટે દિવ્યાંગોએ રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, દિવ્યાંગતા પ્રમાણપત્ર, બે પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફસ સાથે ઉપસ્થિત રહેવા સમગ્ર શિક્ષા વિભાગના જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટરની યાદીમાં જણાવાયું છે.
Comentarios