સચીન GIDC પોલીસે ટુંક સમયમાં લુંટના આરોપીને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી.....
- Praja Pankh
- Jun 11, 2022
- 2 min read
સચિન જી આઇ ડી સી પોસ્ટે લુંટનો ગુનો તા.૦૮/૦૬/૨૦૨૨ ના રોજ નોંધાયેલ હતો અને ટુંક સમયમાં ભેદ ઉકેલી ત્રણ પૈકી એક આરોપીને ઝડપી પાડી સચિન જીઆઇડીસી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી.

પ્રજાપંખ સચિન : પ્રાપ્ત થતી માહિતી અનુસાર સચિન ખાતેના એ ટી એમ મા ઘૂસી જઈ ફરિયાદીને લૂંટી લેવાની ફરિયાદ થઈ હતી જેમાં ફરિયાદી ચંદનકુમાર શ્યામદેવપ્રસાદ ચૌરસીયાએ જણાવ્યું છે કે મારા ક્લેક્શનના પૈસા બેંક એકાઉન્ટમાં ભરવા ધી વરાછા કો.ઓ. બેંકના ATM મશીનમાં પૈસા ડીપોઝીટ કરવા ગયેલ હતા તે વખતે ત્રણ અજાણ્યા ઇસમો ATM સેન્ટરમાં આવેલા અને તેઓ પૈકી એક જણાએ મને તેની પાસેનું ચપ્પુ બતાવી ડરાવીને પૈસાની બેગ માં રોકડા રૂપીયા ૧,૮૭,૬૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/ તથા પેશન મો.સા.ની ચાવી કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૨,૬૦૦/- ની મત્તાની લૂંટ કરી મો.સા. ઉપર બેસી નાશી ગયેલ. આ બાબતે બેંકના અધિકારીનો સંપર્ક કરતા તેઓ તાત્કાલીક ગુનાવાળી જગ્યાએ આવી તેના CCTV કેમેરાની ફુટેઝ મેળવી જે ફુટેઝમાં ગુનાના આરોપીઓ કેદ થયેલ હોય મારી ફરિયાદના અનુસાર આરોપીઓને પકડી પાડવા અંગે પો.કમિ.શ્રી તથા અન્ય અધિકારીઓએ આપેલ સુચના આધારે પો.ઇન્સ.શ્રી ડી.વી.બલદાણીયા નાં માર્ગદર્શન માં ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા જુદી જુદી ૬ ટીમ બનાવી હતી અને
CCTV કેમેરાની ફુટેઝમાં કેદ થયેલ આરોપીઓની ફુટેઝનાં આધારે આ.પો.કો.સંજય માયાભાઇ અને અ.પો.કો.અનંત દિનેશચંદ્ર નાઓ વર્ક આઉટ કરી સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી રવી ઉર્ફે ડીવાલા પિન્ટુ પ્રજાપતિ રહે પાલીગામ સચીન ને પકડી પાડી લુંટમાં ગયેલ મુદ્દામાલ પૈકી ફરિયાદીનો Redmi કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- તથા
રોકડા રૂપીયા ૨૨,૦૦૦/- રીકવર કરવામાં આવેલ. મજકુર આરોપીની પૂછપરછ દરમ્યાન તેણે તેના મિત્રો રણજીત, મહાવીર સાથે મળી મની ટ્રાન્સફર વાળાની દુકાને લુંટ કરવા અંગે પ્લાન બનાવેલ અને બનાવના આશરે પંદરેક દિવસ પહેલા પાલીગામ, ડાયમંડપાર્ક સામે મની ટ્રાન્સ્કરવાળાની દુકાન સામે તેઓ ભેગા થયેલ તે વખતે ફરી. શ્રી ત્યાં પૈસા કલેક્શન માટે આવતા અને તેઓ જુદી જુદી જગ્યાએથી પૈસાનુ કલેક્શન કરતા હોવાનુ જાણતા આરોપીઓએ દશેક દિવસ સુધી ફરી.શ્રીનો પીછો કરતા તેઓ દરરોજ રાત્રે નવથી સાડા નવ દરમ્યાન લક્ષ્મીવીલા ગેટ નં.ર પાસે આવેલ વરાછા કો.ઓ.બેંકના ATM માં પૈસા ડીપોઝીટ કરતા હોવાની આરોપીઓને ખાત્રી થતા બનાવના બે દિવસ પહેલા પકડાયેલ આરોપી રવિ તથા સહ આરોપી રણજીત, મહાવીર અને રાજ યાદવ નાઓએ ભેગા મળી ફરી.શ્રીને લુંટવાનો પ્લાન નક્કી કર્યો હતો, આરોપી રાજ યાદવની સ્પ્લેન્ડર મો.સા. ઉપર આરોપી રવિ, રણજીત તથા મહાવીર નાઓ ફરિયાદી ATM સેન્ટરમાં પૈસા ડીપોઝીટ કરતા હતા તે વખતે આરોપીઓ ATM સેન્ટરમાં દાખલ થઇ આરોપી રવિએ તેની પાસેનું ચપ્પુ (કટર) બતાવી, ફરી. શ્રીને ડરાવી ધમકાવી રોકડા રૂપીયાની ભરેલ બેગ, મોબાઇલ ફોન અને મો.સા.ની ચાવીની લુંટ કરી ગુનાને અંજામ આપેલ જે આરોપીઓને
ઝડપી પાડવા પો.ઇન્સ.શ્રી ડી.વી.બલદાણીયા તથા સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ.સુ.શ્રી એલ.એમ.ચૌધરી તથા ASI મો.ઇરશાદ ગુલામસાદીક તથા ASI પ્રવિણ બાબુરાવ ASI પ્રવિણ લોટન તથા HC દિપકકુમાર હરીસંગ તથા HC પૃથ્વીરાજસિંહ જશવંતસિંહ તથા HC રાજુભાઇ રધુનાથભાઇ તથા HC નરેશ ચતુરભાઇ, HC પુંજાભાઇ નારણભાઇ, HC અરજણ જેસાભાઇ, HC મહેશ હાજાભાઇ, HCC રાહુલ એન તાવ, HC અલ્પેશ હીરાભાઇ, HC હિતેન્દ્રસિંહ ગાંડાજી તથા PC ભગવાન પ્રકાશરાવ PC અનંત દિનેશચંદ્ર, PC સહુલસિંહ બળવંતસિંહ અને PC સંજયભાઇ માયાભાઇ નાઓએ ટીમવર્કથી કામ કરી એક આરોપીને ટૂંક સમયમાં ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે.
Comentarios