top of page

સચિન હોજીવાળામાં નકલી પોલીસ વટ પાડવા જતાં પોલીસ હાથે ઝડપાઈ ગયો...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 28, 2022
  • 2 min read

ક્રાઇમબ્રાંચના પોલીસ કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી ફરતા ડુપ્લીકેટ પોલીસને ઝડપી પાડતી સુરત શહેર સચીન પોલીસ

સચિન પ્રજાપંખ: મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ શ્રી સેકટર-૦ર તથા ડી.સી.પી ઝોન-૦૬ સાહેબ તથા એ.સી.પી શ્રી આર.એલ.માવાણી સા.શ્રી તથા પોલીસ ઇન્સ્પેકટર આર.આર દેસાઇ નાઓએ આપેલ સુચના અને સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ.એચ.જે.મચ્છર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લોકરક્ષક જયપાલસિંહ મહેન્દ્રભાઇ તથા લોકરક્ષક નારણભાઇ વજુભાઇ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે સચીન હોજીવાલા વાંઝ પી.એસ.સી સેંટરની બાજુમાં આવેલ ચા ની દુકાને એક વ્યક્તિ મોટર સાયકલ પર આવેલ છે અને પોતાનુ નામ અંકિતભાઇ કાઇમ બ્રાંચના પોલીસવાળા હોવાનું જણાવે છે તેમજ પોલીસ વિભાગ દ્વારા ચા ની કેબીન આપવામાં આવશે તેવી વાત કરી રૂ.૩૫૦૦ ની માંગણી કરે છે, પરંતુ તેઓ પોલીસ લાગતા નથી તેવી હકિકત મળતા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ત્યાં પોલીસની જેમ ખાખી કલરનો પેંટ, કમરે લાલ કલરનો પટ્ટો તેમજ કાળા કલરના બુટ પહેરેલ તથા પોલીસ જેવા વાળ કટીંગ કરાવેલ અને પોતાની મોટર સાયકલમાં દંડો લગાડેલ એક ઇસમ નામે મોહમંદ સો ઇલ્યાસ બાગી ૭.૫-૪૦ ધંધો બેકાર રહેવાસી પુલ ફળીયુ વાલોડ ગામ, તા-વાલોડ, જી-તાપી નાઓને પકડી પાડી પોતે રાજ્યસેવક નહીં હોવા છતાં પોલીસ વિભાગના પોલીસ કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી અને પોલીસ વિભાગના હોવાનું લોકો માને તેવા ઇરાદાથી તથા પોલીસના જેવું ખાખી પેટ તથા બુટ અને બેલ્ટ ધારણ કરી મળી આવી ગુનો કરેલ હોય જેથી આરોપી વિરુધ્ધ સચીન પો.સ્ટે. મેં પાર્ટ ગુ.રજી નં- ૧૧૨૧૦૦૫૪૨૨૩૦૯૩૪૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૧૩૭૦,૧૩૧ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી સચિન પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ છે આ કામગીરી માં સામેલ પોલીસ અધિકારી/કર્મચારીઓ-(૧) પોલીસ ઇન્સ.શ્રી આર.આર દેસાઇ (૨) પો.સ.ઇન્સશ્રી એચ.જે.મચ્છર (૩) પો.સ.ઇન્સ. શ્રી એસ.સી.સંગાડા

(૪) એ.એસ.આઇ.પિતામ્બર વ્યંકટ

(પ) અ.હે.કો. ઇન્દ્રજીતસિંહ અમરસંગ (૬) અ.પો.કો.મુકેશકુમાર શિવાજી(૭) અ.પો.કો.કલ્પેશ બાપુરાવ અને (૮) અ.પો.કો. જયંતિભાઇ મુળજીભાઇ હતાં....

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page