સચિન હોજીવાળા ખાતે મહાવેક્સિનેશન કેમ્પની મુલાકાત લેતાં તાલુકા વિકાસ અધિકારી..
- Praja Pankh
- Sep 17, 2021
- 1 min read
હોજીવાળાં મંડળીના હોદ્દેદારો અને અન્ય ઉદ્યોગપતિઓ એ મહાવેક્સિનેશન કેમ્પમાં
ખડે પગે સેવા બજાવી ૨૦૯૯ જેટલું રસીકરણ કર્યું
સચિન પ્રજાપંખ : આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જન્મદિવસ નિમિત્તે તાલુકા વિકાસ અધિકારી દીપક વાઘેલાએ હોજીવાળાં મંડળી દ્વારા યોજાયેલ હોજીવાલા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે આયોજિત મહાવેક્સિનેશન કેમ્પની મુલાકાત લીધી હતી. મંડળીના ગોવિંદભાઈ (મામા) એ સમગ્ર કામગીરી અને વેક્સિનેશન કાર્યક્રમથી ટી ડી ઓ વાઘેલાનેે વાકેફ કર્યા હતાં. સાથે સચિન પી એસ સી નાં મેડિકલ ઓફિસર નૃપાંગ કિકાગણેશ પણ ઉપસ્થિત રહ્યા હતાં, તેમની સાથે દીપક વાઘેલાએ કહ્યું કે સ્થાનિક શ્રમજીવી વ્યક્તિ કોરોના રસીકરણથી વંચિત ન રહે તે ખાસ જોશો, આ સાથે સચિન મેડિકલ ઓફિસર નૃપાંગ કિકાગણેશે રસીકરણની કામગીરી વેગવાન બનાવી અને રસીકરણમાં જોડાયેલાં કર્મચારીઓનું મનોબળ વધાર્યું હતું. અહી હોજીવાળાં પ્રાથમિક સારવાર કેન્દ્રમાં યોજાયેલ મહાવેક્સિનેશન કેમ્પમાં
ગોવિંદભાઈ ગોંડલિયા ( મામા ), નારાણભાઈ ભાદાણી
જયંતિભાઈ રામાણી, કુમનભાઈ ઠુંમર
રમેશભાઈ તથા અશોકભાઈ કચ્છી
હરેશભાઈ, પાર્થભાઈ, હાર્દિકભાઈ કોન્ટ્રાકટરે ખડે પગે વહેલી સવારથી જ આ મહાઅભિયાનમાં સેવા બજાવી રસીકરણની કામગીરીને વધુ વેગવાન બનાવી હતી. દરેક શ્રમજીવીઓનો હોસલો વધારતાં રહ્યા હતા, કોરોનાની રસી સુરક્ષિત હોવાનું અને ભય વિના રસીથી વંચિત તમામ લોકો રસીકરણ કરાવે તેવી આમ નાગરિકોને અપીલ પણ કરતાં રહ્યાં હતાં. આખરે ૨૦૯૯ શ્રમજીવી તથા અન્ય વ્યક્તિઓને વેક્સિન આપી રસી કરણની કામગીરી કરી આજદિન સુધીનો રેકોર્ડ તોડયો હતો એવું ગોવિંદભાઈ ગોંડલિયા ( મામા ) એ જણાવ્યું છે.
Comments