સચિન સ્લમ બોર્ડ ખાતે, નવ દિવસ માસીના ત્યાં રહીને જગન્નાથ ભગવાનનો રથ નિજમંદિરે પરત..
- Praja Pankh
- Jul 9, 2022
- 1 min read
સચિન નગરજનોએ સાક્ષાત પરત પધારેલા ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલરામજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી.

સચિન પ્રજા પંખ :
સચિન ખાતે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યા કરી માસીને ત્યાં નવ દિવસ રોકાઈ આરામ માટે રહ્યા હતા. કોરોનાકાળમાં મંદિર સંકુલમાં જ રથયાત્રા નીકળી હતી. પરંતુ આ વર્ષે સચિનના અસંખ્ય
ભાવિક ભક્તોની મેદનીને આશીર્વાદ આપીને સ્લમ બોર્ડ થઈને પરત એજ રસ્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ નિજમંદિરે કનક પુર પહોંચી ગયો છે. અહી જય જગન્નાથના નાદ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
નિજ મંદિર લઈ જવા ભાવિક ભકતો માં સવારથી અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. બપોરે ૩ કલાકે ભગવાનને મંત્રોચ્ચાર સાથે રથમાં બિરાજમાન કરાયા હતા. શ્રી દિલીપ ભાઈ અગ્રવાલ અને ઓરિસ્સા અગ્રણી સુદેંધુ પાંડા અન્ય સમાજ અગ્રણીઓએ ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં પૂજન અને આરતી કરી દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી સ્લમ બોર્ડ થી રથનું નિજ મંદિર તરફ પ્રસ્થાન કરાવ્યું હતું અને સાંજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રના રથના રથ નીજ મંદિર પરત ફરી રહ્યા છે ત્યારે જગન્નાથ મંદિર કૃષ્ણ કુંજ કનકપુર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહયા હતાં આ સાથે સચિન પોલીસ ઇન્સ્પેક્ટર આર આર દેસાઇ નાં માર્ગદર્શનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિ પૂર્ણ માહોલમાં રથ યાત્રા સંપન્ન થઈ હતી હજી બે દિવસ ભગવાન રથમાંજ બિરાજમાન રહેશે બાદમાં મંદિર પ્રવેશ કરશે એવું મંદિરના મહંત એ જણાવ્યું હતું...
Comments