સચિન સ્લમબોર્ડ ખાતે ડો. બાબા સાહેબનો ૧૩૧મો જન્મ દિવસ કોંગ્રેસ પદાધિકારિઓ દવારા મનાવાયો
- Praja Pankh
- Apr 14, 2022
- 2 min read
પ્રજા પંખ સચિન : આજે મહાન ડો. બાબા સાહેબ ભિમરાવ આમ્બેડકરજી નો 131 મો જન્મ દિવસ છે જેથી આજે સમાજના દરેક વર્ગ, અગ્રણીઓ તથા દરેક પક્ષના રાજકિય આગેવાનોએ ડો. બાબા સાહેબ ભિમરાવ આમ્બેડકરજીને યાદ કર્યા હતાં, સચિન ખાતે આવેલ સ્લમ બોર્ડ ખાતે વોર્ડ 30 ના કોંગ્રેસના પદાધિકારો દ્વારા ડો. બાબા સાહેબ ભિમરાવ આમ્બેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી વંદન કરી સંવિધાન રચયિતા ડો. ભિમરાવ આમ્બેડકર સાહેબના વિચારોને યાદ કર્યા હતાં. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સમિતિના પ્રોટોકોલ મંત્રી કોંગ્રેસ મનોજસિંહ પરમારએ જણાવ્યું કે, આજે અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ચોર્યાસિ વિધાન સભા અને વોર્ડ નમ્બર 30 ના સર્વે કોંગ્રેસ સમિતિના પદાધિકારિઓ અને કાર્યકર્તાઓ ડો. બાબા સાહેબના જન્મ જયંતી નિમિત્તે વંદન કરીએ છીએ, ડોકટર સાહેબનો જન્મ 14 એપ્રિલ ૧૮૯૧ થયો તે દિવસથી આજે ૨૦૨૨ સુધી અવરિત પણે ડોકટર સાહેબે એમના વિચારોને અનેક્તામા એકતાના સુત્રને બાંધ્યુ છે અને બધાને એક રાખી નેક રાખી દેશને આગળ વધારવાનુ કાર્ય એમના એ વિચારોએ કર્યું છે, જેથી ડોકટર બાબા સાહેબના એ વિચારોને અમે કોંગ્રેસ પરીવારો આગળ લઈ જઈશું અને વધુ મા વધુ દેશને કેમ પ્રગતીશિલ બનાવી શકાય, લોકોની અંદર એકતા કેવી રીતે જાળવી શકાય? તેવા પ્રયત્ન કરીશું, આજે તમે જોઇ રહ્યા છો દેશ મા જાતિવાદ પર દંગાઓ ફસાદો થઈ રહ્યા છે. કોંગ્રેસની એકજ વિચાર ધારા રહી છે કે, ગરીબો અને અદના માનવોને પહેલા આગળ લાવવા, અને બધામા જે અસમાનતા છે તે દૂર કરી ને એક કરવું, એ વિચારધારા ડોકટર બાબા સાહેબની રહી છે અને કોંગ્રેસની પણ રહી છે જેથી એ ડો. બાબા સાહેબની વિચારધારાને વળગી દેશને આગળ વધારવાનું કામ કરીશું. અસ્તુ, આજના પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ચોર્યાસિ વિધાન સભા અને વોર્ડ નમ્બર 30 ના સર્વે કોંગ્રેસ સમિતિના પદાધિકારિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં જેમા ગુજરાત પ્રદેશ સમિતિના પ્રોટોકોલ મંત્રી કોંગ્રેસ મનોજસિંહ પરમાર વોર્ડ 30 કોંગ્રેસ સંગઠન પ્રમુખ જયેશભાઇ દેસાઇ, માજી નગર સેવક દેવ વીરા, આ ઉપરાંત પ્રવિણસિંહ વાસિયા, દિનેશ બ્રહ્મભટ્ટ, રાજેશ દેવરે અને સંતરામ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા અને અને ડો. ભિમરાવજીના પ્રતિમાને માથે તિલક કરી પુષ્પ માળા અર્પણ કરી જયકારા સાથે વંદન કરી તેમેના કરેલા કાર્યોને યાદ કર્યા હતા.
Comments