top of page

સચિન સ્ટેશન પ્લેટ ફાર્મ એક, બે પર મુસાફરોને અવર-જવરનો રસ્તો બંધ થતાં ભોગવી રહ્યા છે ભારે હાલાકી. .

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 5, 2021
  • 2 min read

રેલ્વે સમિતિ સદસ્ય, નગર સેવક ટીપી સમિતિ સદસ્ય ચિરાગસિંહ સોલંકી, બક્ષીપંચ ભાજપા વોર્ડ -30 પ્રમુખ મુકેશ પટેલ અને રેલ્વે સમિતિ સદસ્ય પ્રકાશ ભાવસાર દ્વારા મુસાફરોના ફરીયાદના આધારે કરાયું સ્થળ નિરિક્ષણ. . . . .




સચીન પ્રજાપંખ : સચિન ખાતેના સચીન રેલ્વે સ્ટેશનની ભૌગોલિક રચના એવી છે કે, અહી કોઇ મુખ્ય ગેટ કે ચારે બાજુ સંરક્ષણ દિવાલ ન હોવાથી રેલ્વે પરીસરમાં પ્રવેશ કરવા માટે ટ્રેનમાં બેસવા કે ટીકીટ લેવા પુર્વ સચિન બજાર અને પચ્છિમ ડાયમંડ દિશા તરફથી એંટ્રી લઈ શકાય છે. નવા ફુટ ઓવર બ્રીજ હજી બન્યા નથી જેથી સીધા ટ્રેક પરથી જ આવન – જાવન કરવું પડે છે. હાલમાં અચાનક સચિન સ્ટેશનમાં જવા પુર્વ તરફનો પગદંડી વાળો રસ્તો બંધ થતાં ટ્રેન પકડવા કે ટીકીટલેવા વાળા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, રુબરુ સ્થળ થી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડી એફ સી સી નું રેલ્વે ના નવા બે ટ્રેક માટેની પણ કામગીરી ચાલુ છે ત્યારે તેમના દ્વારા જે રેલેવે લાઇન પાથરવામાં આવી રહી છે જેમાં તેઓ સ્થાનિક સ્ટેશન માસ્તરનો પણ કોઇ કામ કરવા અગાઉ કોંટેક્ટ કરતાં નથી કે પછી સ્થાનિક સલાહકાર સમિતિનો, જેથી આમ જનતાની પરેશાની વધી જાય છે. ડી એફ સી સી વાળાઓ આમ મુસાફરોને કઈ કઈ મુશ્કેલી પડશે તે ધ્યાને લેતા નથી એવું આ નિચે મુજબનું કામ જોતા લાગે છે. સચીન સ્ટેશન ખાતે ડી એફ સી સી દ્વારા નવી બે રેલ્વે ટ્રેક લાઇન નાખી છે ત્યાં હાલમા સિમેન્ટની લાંબી દિવાલ ઉભી કરી છે. તે બે દિવાલ વચ્ચે મોટા ઉંચા નિચા ઉંડા ખાડાઓ જૈસે થે પરિસ્થિતીમાં છે. જેને હજી માટીથી પુરવામા આવ્યા જ નથી, જેથી પુર્વ તરફથી આવનારા મુસાફરોને ખાડાઓ કુદી કુદ્દીને આવન – જાવન કરવું પડે છે જેમાં અનેક મુસાફરોનો પગ ચુકતાં સિધા ખાડામા પડી અક્સ્માતનો ભોગ બની રહ્યા છે. આ માટે સચીન રેલ્વે સલાહકાર સમિતિ દ્વારા સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી માટે સમગ્ર હકિકતો સાથે એંજીનિયરને જાણ કરી તાત્કાલિક આ સમસ્યાનો હલ લાવવા જણાવ્યું છે. વોર્ડ-30 કોર્પોરેટર અને ટીપી સમિતિ સદસ્ય તથા રેલ્વે સમિતિ સદસ્ય ચિરાગસિંહ સોલકીએ તત્કાલિક લોખંડની સીડી મુકવાનુ પણ સુચન કર્યું છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page