સચિન -સડી ગયેલ હાલાતમા મળી આવી નવજાત બાળકી. . .
- Praja Pankh
- Nov 1, 2021
- 2 min read
ત્યજેલાં નવજાત શિશુના શરીર પર ઇજાના કોઇ નિશાન નથી.

સુરતમાં સચિન હોજીવાળા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની નહેરમાંથી 9 મહિનાના ગર્ભવાળી પુર્ણ વિક્સિત એકાદ માસની બાળકી મૃત હાલતમા સડી ગયેલ હાલાતમા મળી આવી છે. આતો હવે હવે ઘોર કળયુગ આવ્યો, નવજાત શિશુ મળવાની ઘટના સામે આવતા જ સચિનમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે બાળક ત્યજી દેવાના કિસ્સામાં વધારો થયો છે. ભેસ્તાન નજીકથી કચરાના ઢગલા પર પણ પ્લાસ્ટિકની થેલીમાં ત્યજી દેવાયેલી બાળકીની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં વધુ એક ત્યજી દેવાયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો.
---------------------------------
સચિન પ્રજાપંખ : દિવાળીની શરુઆતના દિવસે જ સચિન શહેરમાં ચકચારી ઘટના બની છે. એકતરફ 'મા તે મા, બીજા બધા વગડાના વા' જેવી કહેવતો સાંભળવા મળે છે, તો બીજી તરફ આ ઘટનામાં જનેતા જ નિષ્ઠુર બની છે. આ અંગે સચિન પોલીસ પણ દોડતી થઇ છે અને બાળકીની જનેતા અને તેના પરીવાર તરફ વધુ તપાસ હાથ ધરી છે. સચિન પોલિસ સ્ટેશનનાં યુવા પી એસ આઇ એસ આઇ દેસાઇ સમગ્ર ઘટનાની જાત તપાસ કરી રહ્યા છે. એમના જણાવ્યા મુજબ આ મ્રુત બાળકી આજે સચિન ઇસ્ટ હોજીવાળા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની નહેરમાંથી મળી આવી છે. ફોરેન્સિક વિભાગના તબીબોના મતે બાળકી દેખાવે 9 મહિનાના ગર્ભવાળી પુર્ણ વિક્સિત એકાદ માસની બાળકી લાગે છે અને બાળકી મૃત હાલતમાં મળી આવતા સચિન પોલીસે બાળકી ત્યજનાર અંજાન માતા સામે કેસ કરી તપાસ હાથ ધરી છે. પીએસઆઈ એસઆઈ દેસાઈના જણાવ્યા પ્રમાણે બાળકીનો મૃતદેહ 24 કલાક પહેલાનો છે અને શરીર પર ઈજાના કોઇ નિશાન નથી એવું હાલ ફોરેન્સિક વિભાગના તબીબો જણાવે છે. એસ આઈ દેસાઈ એ વધુમાં કહ્યું કે, અમને જાણ થતાં અમે સવારે 9 કલાકે ઘટના સ્થળે ગયા તો એક બાળકીનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં નહેરના પાણીમાંથી મળી આવ્યો હતો. ત્યારે બાળકીના શરીર પર એક ટી-શર્ટ અને ચટ્ટી હતી જેની પુર્ણ તપાસ કરી તાત્કાલિક મ્રુત બાળકીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોક્લી અપાઇ હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં કોઈ પણ પ્રકારની ઇજાના નિશાન મળી આવ્યા નથી. ફોરેન્સિક વિભાગના તબીબોના મતે બાળકી દેખાવે 9 મહિનાના ગર્ભવાળી પુર્ણ વિક્સિત એકાદ માસની બાળકી હોઇ શકે એવું પ્રાથમિક તપાસમાં જણાય છે. હાલમાં બાળકીને ત્યજી દેનાર નિષ્ઠુર માતા અને તેના પરીવારની શોધખોળમાં સચિન પોલિસ લાગી ગઇ છે અને ગણતરીના સમયમાં આ નિષ્ઠુર માતા સુધી પોલિસ પોહંચી જશે એવી લોક ચર્ચાએ જોર પક્ડ્યુ છે.
Yorumlar