સચિન વિભાગની હોસ્પિટલોને પ્રમાણપત્ર એનાયત કરાયા.....
- Praja Pankh
- Jul 5, 2021
- 2 min read

શ્રી મહારાષ્ટ્રીયન મિત્ર મંડળ સચિન, શ્રી સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ સચિન અને પ્રજાપંખના સંયુક્ત પ્રયાસે સચિન વિભાગ ની હોસ્પિટલ દ્વારા કોરોના કાળ દરમિયાન કરેલ સારી કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરાયા
સચિન પ્રજાપંખ : શ્રી મહારાષ્ટ્રીયન મિત્ર મંડળ સચિન, શ્રી સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ સચિન અને પ્રજાપંખના સંયુક્ત પ્રયાસે સચિન વિભાગની હોસ્પિટલ દ્વારા કોરોના કાળ દરમિયાન કરેલ સારી કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયતનો એક કાર્યક્રમ આયોજીત કરવામા આવ્યો હતો, આ કાર્યક્ર્મના મુખ્ય મહેમાન તરીકે સચિન હોજીવાલા પોલિસ સ્ટેશનના પી એસ આઇ એસ. સી સંગાડાની વિશેષ ઉપસ્થિતી રહી હતી, કાર્યક્રમની શરુઆતમાં નિતા મયુર ભાવસાર દ્વારા ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થનાથી કરવામા આવી ત્યારબાદ કોરોના કાળમા આજ દિન સુધી જે આપણાં સગા વહાલા, દિકરા-દિકરી ભાઇ – બહેનો માત-પિતા તેમજ હોસ્પિટલના ડોકટર્શ્રીઓ અને સિસ્ટર સ્ટાફ આ વિશ્વ છોડી પ્રભુ શરણમાં પોહંચ્યા છે તેમના માટે બે મિનિટ્નું મૌન પાળી એમની આત્મા ને શાંતી માટે પ્રાર્થના સહુએ કરી હતી. પધારેલ મહેમાન શ્રીઓને આવકાર સંસ્થાના પ્રમુખ લક્ષ્મણ પાટીલે આપ્યો હતો, તથા મહેમાનોનો પરિચય ડીરેકટર પ્રકાશ ભવસારે આપ્યો હતો. પ્રસંગને અનુરુપ સચિન પી એસ.આઇ શ્રી એસ.જી. સંગાડા બેન સાહેબે કહ્યુ કે, આપની હોસ્પિટલની શ્રેષ્ઠ્ત્તમ સ્વાસ્થય સેવાઓની કદરરુપે આપની સંસ્થાનું સન્માન શ્રી મહારાષ્ટ્રીયન મિત્ર મંડળ સચિન, શ્રી સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ સચિન અને પ્રજાપંખના સંયુક્ત પ્રયાસે પ્રમાણ પત્ર આપી બિરદાવાય છે જે બહુ જ નોંધનિય બાબત છે. સમાજમા સારા કામોની કદર હમેશા થાય છે માટે કોરોના જેવા કપરા કાળમા આપની કામગીરી શ્રેષ્ઠ રહી જે બદલ આપને અભિનંદન આપુ છુ. આ તબક્કે સચિન ડોકટર્સ એશોસિએશન પ્રમુખ વિરેંદ્ર મહીડાએ તેમજ શ્રી સાંઇ હોસ્પિટલ સચિનના ડો. બી. એમ. ગુપ્તા માજી પ્રમુખ, ઉધોગપતી સંજય માને, ડો ભરત પટેલ અને એ ટૂ ઝેડ ના રઝાક્ભાઇ સૈયદ, ડો. અરવિંદ બૈસ એ પણ પોતાના પ્રવચનમા આજના યુગમા પ્રોત્સાહન આપતી સંસ્થાઓની બહુ જ જરુર છે. જે આવુ કામ કરે છે. આમ નિચેની હોસ્પિટલો, શ્રી સાંઇ હોસ્પિટલ, એ ટુ ઝેડ હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ, રહિમીયાહ સાર્વજનિક હોસ્પિટલ લાજપોર, સતાધાર હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, સુરત મલ્ટી હોસ્પિટલ, યુનિયન હોસ્પિટલ તૃપ્તી હોસ્પિટલ, નાયસા હોસ્પિટલ, લાઇફ કેર હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેંદ્ર પારડી લાજપોર અને કનક્પુરની જેવી સચિન વિભાગની કુલ ૧૪ હોસ્પિટલના ડોકટર અને સ્ટાફ થકી અપાતી સેવાઓ ગુણવત્તાસભર, આરોગ્યલક્ષી રહી છે. જેથી આ હોસ્પિટલો સંસ્થાના મતે સચિન વિસ્તારની એક વિશ્વસનિય હોસ્પિટલ તરીકે ઉભરી રહી છે. જેથી સચિન વિભાગની હોસ્પિટલ દ્વારા કોરોના કાળ દરમિયાન થયેલ સારી કામગીરી બદલ શ્રી મહારાષ્ટ્રીયન મિત્ર મંડળ સચિન, શ્રી સાંઇ ચેરીટેબલ ટ્રસ્ટ સચિન અને પ્રજાપંખના સંયુક્ત પ્રયાસે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
Comments